Entertainment

‘રામાયણ’ની જેમ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી..’ ફરી ટીવી પર જોવા મળશે, આ દિવસથી રોજ સાંજે પ્રસારિત થશે

મુબંઈ: ટીવી (TV)ની દુનિયામાં એકતા કપૂરને (Ekta Kapoor) ‘ટીવીની રાણી’ કહેવામાં આવે છે. પોતાના શો દ્વારા તેણે લોકોના દિલમાં એવી જગ્યા બનાવી છે, કો કોઈપણ તેની જગ્યા ન લઈ શકે. એકતા કપૂરનો આવો જ એક શો હતો, “ક્યૂંકી સાસ ભી કભી બહુ થી”, ( Kyunki saas bhi kabhi bahu thi) જે વર્ષ 2000માં પ્રસારિત થયો હતો. એકતા કપૂરનો આ શો ઘણો હિટ રહ્યો હતો. તે સમયમાં તે સૌથી લાંબો ટીવી શો હતો. આઠ વર્ષ સુધી ચાલેલા આ શોમાં 1800 થી વધુ એપિસોડ હતા. પરંતુ ત્યાર બાદ તેને ઓફ એર કરી દેવામાં આવ્યો હતો. તેથી ફરી એકવાર શોની શરૂઆત કરવામાં આવતા દર્શકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

ઘર ઘરમાં પ્રખ્યાત થનાર ટીવી સિરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુથી’ ફરીથી ટીવી પર ટેલિકાસ્ટ (telecast) થવા જઈ રહી છે. એકતા કપૂરે સોશિયલ મીડિયા પર શોનો પ્રોમો (Promo) વીડિયો શેર કરતા જાણકારી આપી હતી કે આ શો 16 ફ્રેબુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. એકતા કપૂરે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે આ પ્રોમોની એક ઝલક જોઈને જૂની યાદો તાજા થઈ ગઈ છે આજે પણ જ્યારે હું પાછળ વળીને જોઉં છું, ત્યારે મને આ શોને સૌથી પ્રિય બનાવનાર દરેક ક્ષણો યાદ આવે છે! તેણે લખ્યું કે આ સફરમાં ફરી એકવાર એવા જ પ્રેમ સાથે જોડાવ, બુધવારથી રોજ સાંજે 5 વાગ્યે સ્ટાર પલ્સ (Star pals) પર.

એકતા કપૂરે ટીવી પર ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ પરત કરવાની જાહેરાત કરી છે. તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સ્મૃતિ ઈરાની પોતાના ઘરે દર્શકોનું સ્વાગત કરતી જોવા મળે છે. આ શોમાં સ્મૃતિ ઈરાનીએ તુલસીની મુખ્ય ભૂમિકા ભજવી હતી. સ્ટાર પ્લસ પર 16 ફેબ્રુઆરીથી શોનું રી-ટેલિકાસ્ટ શરૂ થશે. ચાહકો તેને દરરોજ સાંજે 5 વાગ્યે જોઈ શકશે.

એકતા કપૂરની આ પોસ્ટ પર ઘણા લોકો કોમેન્ટ કરીને પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, “વાહ, યાદો તાજી છે, એકતા, ભગવાન તમારું હંમેશા ભલું કરે.” બીજાએ લખ્યું, “એક સિરિયલ જે આખો દેશ જોતો હતો.” સાસ ભી કભી બહુ થી માં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય તુલસી અને મિહિર તરીકે જોવા મળ્યા હતા. જોકે, અમરે શો છોડ્યા પછી રોનિત રોયે મિહિરની ભૂમિકા ભજવી હતી. આ શોમાં મંદિરા બેદી, જયા ભટ્ટાચાર્ય, કેતકી દવે, અપરા મહેતા, કમાલિકા ગુહા, અમન વર્મા, હિતેન તેજવાણી, મૌની રોય અને સુમિત સચદેવ જેવા અન્ય કલાકારો પણ હતા.

Most Popular

To Top