SURAT

સુરત, અહીં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે, 24 કલાકમાં 3 હત્યા

સુરત : (Surat) સુરત શહેરમાં એસીપી અને ડીસીપી એરકન્ડીશન ઓફિસની બહાર નીકળતા નથી. આ અધિકારીઓ વહીવટદારો સાથે વાત કરવા સિવાય જાણે કોઇ કામગીરી કરી રહ્યાં નહીં હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. દરમિયાન પીસીબી અને ડીસીબીમાં દારૂ અને જુગારની હપતાખોરીને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા તળિયે પહોંચી ગઇ છે. ઉચ્ચ અધિકારીઓ ઓફિસમાં જ બેસી રહે છે અને શહેર જાણે કમિ. અજય તોમરની જવાબદારી હોય તેમ એક અધિકારી શહેરની ગલીઓમાં ફરી રહ્યાં છે. દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં 3 હત્યાઓએ શહેરમાં પોલીસની કામગીરીની પોલ ખોલી નાંખી છે. શહેરમાં પોલીસ સ્ટેશનમાં પીઆઇ પણ મળતા ન હોવાની વાતની સરેઆમ ફરિયાદો થઇ રહી છે.

પાંડેસરાના યુવકનું ભેદી મોત
સુરત: પાંડેસરા ખાતે હરિનગરમાં રહેતો 25 વર્ષીય વસીમ રાજા શેખને ભેસ્તાન ચંડાલ ચોકડી પાસે એક અડ્ડા પર બાઇટિંગ બાબતે વિવાદ થતાં અજાણ્યાઓએ વસીમ ઉપર હુમલો કર્યો હતો. વસીમનું ગળું દબાવ્યું હતું. વસીમ બેભાન થતા હુમલાખોર ભાગી ગયા હતા.

ઉધનામાં મહિલાનું મોંઢુ છુંદાયેલી લાશ મળતાં ચકચાર
સુરત : મંગળવારે બપોરના સમયે ઉધના જે.પી. મીલ નજીક એક ખંડેરમાં એક લાશ પડી હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલમાં આવ્યો હતો. આ મેસેજના આધારે ઉધના પોલીસના સ્ટાફે ઘરે જઇને તપાસ કરી હતી. પોલીસને અહીંથી એક મહિલાની બોડી મળી આવી હતી. મહિલાને મોંઢાના ભાગે પથ્થર જેવા પ્રદાર્થથી માર મારીને મોંઢુ છુંદી નાંખવામાં આવ્યું હતું.

હીરા બજારમાં ટેલબ મુકવા બાબતે દલાલનું મર્ડર
બાપાસીતારામ ચોક પાસે રહેતા આપાભાઈ ધાંધલ (ઉ.વ.65) અને સરથાણાની જલારામ સોસાયટીમાં રહેતા અનુપ ભરતભાઈ જાડેજા (ઉ.વ.60) વચ્ચે વરાછા મીની બજારમાં જેડી રેસ્ટોરન્ટની સામે ટેબલ મૂકવાને લઈને ઝઘડો થયો હતો. જેમાં અનુપ જાડેજાએ આપાભાઈને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે લાકડાના ફટકા મારીને મોત નીપજાવ્યું હતું.

પાંડેસરા, લિંબાયત, ઉધના, ખટોદરા, સચિન જીઆઇડીસીની હદમાં ચાલતાં દારૂ જુગારા હપતામાં જ પોલીસને રસ
પાંડેસરા, લિંબાયત, ઉધના, ખટોદરા, સચિન જીઆઇડીસી જેવા વિસ્તારોમાં દારૂ અને જુગારના અડાઓ ધમધોકાર ચાલી રહ્યા છે. આ મામલે પીસીબી અને ડીસીબીના વહીવટદારો સીધા જ પોલીસ સ્ટેશનમાં વહીવટ કરી રહ્યાં હોવાના આક્ષેપ છે. તેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનો પણ આ હપતાખોરીમાં અટવાયા છે. દરમિયાન જે વિગત ચર્ચાઇ રહી છે તે પ્રમાણે હપતાખોરીમાં સતર્ક રહેતી પોલીસને રસ્તા પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની કામગીરી કરવામાં જોર પડી રહ્યું હોવાથી શહેરમાં હત્યાઓનો સીલસીલો વણથંભ્યો છે.

બ્રાન્ચના અધિકારીઓની નાલાયકીને કારણે ડીસ્ટાફમાં કરપ્ટેડ પોલીસનો જમાવડો

  • ડીસ્ટાફમાં ડિટેક્શનના મજબૂત માણસોને બદલે ઉઘરાણા કરનારની નિમણૂક
  • આ લોકો કમિ અજય તોમરને પણ મીસબ્રિફ કરી રહ્યાં છે.
  • રાંદેરમાં મહેન્દ્ર અને અજીતને પાંચ વર્ષમાં બે વખત કાઢી મૂકવામાં આવ્યા પણ બ્રાન્ચના એક અધિકારીનું
  • અઠવાલાઇન્સ કુખ્યાત પીડીને અગાઉ કાઢી મકૂવામાં આવ્યો હતો હવે ફરીથી તેને લાવવામાં આવ્યો છે.
  • ક્રાઇમ બ્રાન્ચમાં પણ કેશિયરોની બોલબાલા છે પરંતુ ઇન્વેસ્ટિગેટિવ સ્ટાફને કિનારા પર મૂકી દેવાયો છે.
  • સચિન જીઆઇડીસીમાં ધર્મેન્દ્રસિંહની નિમૂંણક બ્રાન્ચ દ્વારા કરવામાં આવી જેની સામે ગંભીર આક્ષેપો અગાઉ થયા હતા.
  • સચિન જીઆઇડીસીમાં પંકજ પાંડે સામે ફરિયાદો છતાં એકશન નહીં લેવાતા કેમિકલકાંડમાં છનાં મોત
  • દરેક પોલીસ સ્ટેશનમાં તોડબાજીમાં નિપૂણ હોય તેમને ગોઠવી દેવામાં આવ્યા છે.

15 દિવસમાં થયેલી હત્યાના બનાવ

  • 3-2-22 : પરવટગામ પાસે શંકર નગરમાં 2 ટપોરી પાણીપુરી ખાવા ઊભેલી યુવતીની છેડતી કરતા વૃદ્ધને ઠપકો આપનારની સરેઆમ હત્યા
  • 5-2-22 : અડાજણમાં ગૃહમંત્રીના કૌટુબિંક કાકા મહેશભાઈ સંઘવી ( 63 ) ની લીફટમાં જવાની માથાકૂટમાં પાડોશી શેરબ્રોકર બોની મહેતાએ મુક્કો મારી હત્યા કરી
  • 6-2-22 : લાલગેટના કાજીપુરા કામદાર આવાસ પાસે ભાવેશ સોંલકીની ગળેટૂંપો આપી પત્નીએ જ હત્યા કરી હતી
  • 6-2-22 : રાંદેર ગાયત્રી સર્કલ પાસે જાહેરમાં લઘુશંકા કરનાર યુવકને ઠપકો આપતા સિક્યુરીટી ગાર્ડ રવિ ઉર્ફે બંટીની હત્યા
  • 10-2-22 : પાંડેસરા વડોદ જગન્નાથ સોસાયટીમાં સાલુ વર્મા નામના યુવાનની હત્યાં
  • 11-2-22 : કાપોદ્રામાં વતન જવાના ઝઘડામાં પતિએ પત્ની દયાબેનનું ગળું દબાવી હત્યા કરાઈ હતી
  • 13-2-22 : રાંદેર જીલાની બ્રિજ પર ફેમિલી સાથે જતા જુનેદ પઠાણની જુની અદાવતમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ
  • 14-2-22 : વરાછા પોલીસની હદમાં હીરાબજારમાં ટેબલ મૂકવાની બાબતે આપાભાઈ ધાંધલની ફટકા મારીને હત્યા
  • 15-2-22 : ઉધનામાં જેપી મીલ પાસે ખંડેરમાંથી મહિલાનું મોઢુ છુંદેલી લાશ મળી આવી
  • 15-2-22 : પાંડેસરામાં દારૂના અડ્ડા પર બાઈટિંગ મુદ્દે ઝઘડો થતાં વસીમ હત્યાની આશંકા

Most Popular

To Top