Vadodara

વડોદરા પેરેન્ટસ એસોસિએશનની ગાંધીગીરી, ફ્લોર પર બેસી વિરોધ

વડોદરા  : રાજ્ય સરકારના શાળાઓમાં ઓફ લાઈન શૈક્ષણિક કાર્ય કરવા માટેની મંજૂરી આપવામાં આવતા વડોદરા શહેરની ખાનગી શાળાઓ દ્વારા   શાળાની ફી ભરવા મુદ્દે દબાણ કરવામાં આવતા તેમજ અન્ય મુશ્કેલીઓ સંદર્ભે વડોદરા પેરેન્ટસ એસોસિએશન  દ્વારા  વડોદરાના વાલીઓ ની સમસ્યાઓની રજુઆત કરવા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પર દેખાવો અને પ્રદર્શન યોજીને  ઉગ્ર રજુઆત કરીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વડોદરાના વાલીઓની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે  મંગળવારે વડોદરા પેરેન્ટસ એસોસિયેશનના વિવિધ હોદ્દેદારો  કિશોર પીલ્લાઇ અને વિનોદ ખુમાણના નેજા હેઠળ  વિવિધ શાળાના બાળકોના વાલીઓ  સાથે ડીઇઓ કચેરી પર તેમી વિવિધ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજુઆત કરવા આવી પહોંચ્યા હતાં.  ખાનગી શાળાના સંચાલજોની ફી મામલે મનમાની દૂર કરવા માટે સુત્રોચ્ચારો કરીને આવેદનપત્ર સુપરત કરીને રજુઆત કરી હતી.

રાજ્યના શિક્ષણ વિભાગના આદેશ અનુસાર ખાનગી શાળાઓ જ્યારે ફરીથી એક વખત ઓફલાઇન મોડમાં જઇ રહી છે ત્યારે , ખાનગી શાળાઓ દ્વારા સરકાર ની ઉપરવટ જઈને કેટલીક ગેરવ્યાજબી માંગણીઓ સાથે વાલીઓને અને વિદ્યાર્થીઓને પરેશાન કરતા હોવાની રજુઆત ડીઈઓ કચેરી ખાતે કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત ન હોવાથી ટેલિફોનિક રજુઆત કર્યા બાદ ઇન્ચાજમાં રહેલા અધિકારી ને રજુઆત કરી હતી. તેમની મુખ્ય માંગણી એફઆરસીના કડક અમલીકરણ મુદ્દે વાલીઓ અને વડોદરા પેરેન્ટસ એસોસિયેશનના હોદ્દેદારો  નીચે ફ્લોર પર બેસી ગયા હતાં.  લગભગ અડધો કલાક બાદ એફ આરસી નું ફી સ્ટ્રક્ચર ઓન  લાઈન મુકવા ની માંગણી સંતોષાતા તેઓ ઉભા થયા હતા. તેમજફી અધિનિયમન 2017 અંતર્ગત ખાનગી શાળાઓએ પોતાના નોટિસબોર્ડ કે વેબસાઈટ ઉપર ફી સ્પષ્ટપણે દર્શાવવાની હોય છે . પરંતુ આ બાબતમાં કચેરી શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા કેમ અટકાઈ રહી છે તે પણ વાલીઓનાં એક ચર્ચાનો વિષય બન્યો છે .

ડોદરા પેરેન્ટ્સ એસો. દ્વારા કરાયેલી માગણી
(1) શિક્ષણ વિભાગના આદેશ અનુસાર ઓનલાઇન અને ઓફલાઇન બંને વર્ગો ચાલુ રાખવા (2) શાળા સત્રના અંત માટે ગણ્યા ગાંઠ્યા અઠવાડિયા બાકી છે ત્યારે ગણવેશ માટે કરાતુ ગેરવાજબી દબાણ ન કરવા (3) ઓટોરિક્ષા કે વાન માટે દબાણ ન કરવા (4) વાલીઓ પર સત્રના સમાપ્તિના આરે એફઆરસી મુજબની ફી નક્કી થઈ ન હોવા છતાં વધુ ફી માટે દબાણ ન કરવા (5) ફીની અવેજમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અટકાવવું કે આપી દેવું અથવા આગલા વર્ગમાં બઢતી નહીં આપવા જેવી ગર્ભિત ધમકીઓ ન આપવા.
શાળાઓ સામે કાર્યવાહી કરી નોટિસ મોકલાશે
પેરેન્ટ્સ એસો.ની માંગણીઓને પુરી કરાશે. એફઆરસીનું ફી સ્ટ્રક્ચર ઓન લાઈન મુકવામાં આવશે તેમજ શાળાઓના નોટિસ બોર્ડ પર લગાવાશે. ઓફ લાઈન વર્ગો સાથે ઓન લાઈન વર્ગો પણ ચાલુ રખાશે. આગામી દિવસોમાં ડીઇઓ કચેરી તેમજ એફ. આર.સી. સમિતિ દ્વારા શિક્ષણના નિયમોનું ઉલ્લંધન કરતી શાળાઓ સામે કાર્યવાહી કરી નોટિસ મોકલવામાં આવશે અને પગલાં ભરવામાં આવશે.
-કેયુર ઉપાધ્યાય-ડી.જે.વણઝારા, એજ્યુકેશન ઈન્સ્પેક્ટર, ડીઈઓ

Most Popular

To Top