મુબંઈ : મશહુર સિંગર બપ્પી લહેરીનુ (Bappi Lahiri) આજે નિધન થયું છે. બપ્પી લહેરીની અણધારી વિદાયથી મ્યુઝિક ઈન્ડ્સ્ટ્રીને(Music Industry) મોટી ખોટ પડી છે. પરંતુ તેમના ગીતો અને વાર્તાઓ હંમેશા અમર રહેશે. મંગળવારે રાત્રે તેઓએ આ દુનિયા છોડી ગયા છે. તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી લહેરીનું નિધન (death) રાત્રે લગભગ 11 વાગે થયું હતું. બપ્પી લહેરી ઘણા સમયથી બીમાર હતા અને ક્રિટી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બપ્પી દા સાથે જોડાયેલી વાર્તાઓ અને કિસ્સાઓ રસપ્રદ છે જે તેમની યાદ અપાવે છે. આવો જ એક કિસ્સો પોપ સિંગર માઈકલ જેક્સન સાથે પણ જોડાયેલો છે.
એક અહેવાલ અનુસાર એક વખત માઈકલ જેક્સન મુંબઈ આવ્યા હતા ત્યાર તે બપ્પી લહેરીને સાથે તેમની મુલાકાત થઈ હતી. આ વાર્તાનો ઉલ્લેખ ખુદ બપ્પી દાએ કપિલ શર્મા શોમાં કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘જ્યારે માઈકલ જેક્સન બોમ્બે આવ્યા હતા. તે દરમિયાન હું એક જગ્યાએ બેઠો હતો. જ્યારે માઈકલ જેક્સન મારી પાસે આવીને બેઠા ત્યારે તેમની નજર મારી ગણપતિની સાંકળ પર ટકેલી હતી. તેણે કહ્યું- ઓહ માય ગોડ…ફેન્ટાસ્ટિક. તમારું નામ શું છે? તમારી સાંકળ અદ્ભુત છે.
જીમી જીમી.. ગીત માઈકલ જેક્સનને ખૂબ જ ગમ્યું
બપ્પી લહેરીએ જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન માઈકલ જેક્સને સૌથી પહેલા મારું નામ પૂછ્યું હતું. આ પછી તેમનો બીજો પ્રશ્ન હતો કે તમે સંગીતકાર છો? મેં કહ્યું હા, હું સંગીતકાર છું. મેં ડિસ્કો ડાન્સર બનાવી છે. બપ્પી લહેરીએ કહ્યું કે મેં ડિસ્કો ડાન્સરની વાત કરતાં જ માઈકલ જેક્સને કહ્યું કે મને તમારું ગીત જીમી-જીમી વાલા ગમે છે.
બપ્પી દાના ગીતોમાં વેસ્ટર્ન ટચ હતો
તમને જણાવી દઈએ કે બપ્પી લહેરીને બોલિવૂડનો ‘ગોલ્ડ મેન’ કહેવામાં આવતા હતા. તેમણે હિન્દી સિનેમા જગતને એક અલગ પ્રકારના સંગીતથી પરિચય કરાવ્યો હતો. તેમના સંગીતમાં વેસ્ટર્ન ટચ હતો, જેણે ઘણા યુવાનોને આકર્ષ્યા હતા. તેમના ‘ડિસ્કો ડાન્સર’ અને ‘જીમી-જીમી’ જેવા ગીતો આજે પણ આઇકોનિક ગણાય છે. આ જ કારણ છે કે પ્રખ્યાત સિંગર અને ડાન્સર માઈકલ જેક્સન પણ બપ્પી લહેરીના ગીતોના મોટા ફેન બની ગયા હતા.
મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા
બપ્પી લહેરીનું મંગળવારે રાત્રે (15 ફેબ્રુઆરી) મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 69 વર્ષના હતા. હોસ્પિટલના ડાયરેક્ટર ડો. દીપક નામજોશીએ પીટીઆઈને જણાવ્યું કે બપ્પી દાને એક મહિના પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે તેમને રજા આપવામાં આવી હતી. મંગળવારે તેમની તબિયત ફરી બગડી હતી, ત્યારબાદ તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, તેમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી પીડિત રહ્યા હતા. ડૉક્ટરોએ મૃત્યુનું કારણ OSA (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા) આપ્યું છે.