SURAT

પ્રેમના રંગ પહેલાં લોહીનો રંગ લાગ્યો, વેલેન્ટાઈનની ઉજવણી કરવા જતા સુરતના યુગલ સાથે રસ્તામાં આવું થયું

સુરત: (Surat) અલથાણ-ભીમરાડ રોડ ઉપર આજે સાંજે ડમ્પર ચાલકે એક નવયુગલને અડફેટે (Accident) લેતા યુગલનું (Couple) સ્થળ ઉપર જ મોત (Death) નીપજ્યું હતું. ડમ્પર ચાલક ઇયર ફોન નાખીને સ્પીડમાં ડમ્પર હાંકીને યુગલને 10 મીટર સુધી ઘસડી ગયો હતો. ઘટનાને પગલે રાહદારીઓની ભીડ ભેગી થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

  • ગભેણી ગામમાં રહેતો 25 વર્ષીય સંતોષ ખલાસીની 7 મહિના પહેલાં મહિમા ખલાસી સાથે સગાઈ થઈ હતી
  • આ નવયુગલ સોમવારે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવા બપોરે ઘરેથી નીકળ્યો હતો અને ભીમરાડ રોડ પર અકસ્માત થયો
  • ડમ્પર અડફેટના લીધે યુગલનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું

બનાવ અંગે મળતી માહિતી મુજબ ગભેણી ગામમાં શાળાની પાછળ વાડી ફળિયામાં રહેતો 25 વર્ષીય સંતોષ રણછોડભાઇ ખલાસીની છ-સાત મહિના પહેલા સારંગ ફળિયામાં રહેતી 25 વર્ષીય મહિમા રાજેશભાઇ ખલાસી સાથે સગાઇ થઈ હતી. આ નવયુવાન કપલ આજે વેલેન્ટાઈન દિવસ ઉજવવા માટે બપોરે ઘરેથી ખરીદી કરવા નીકળ્યું હતું. સંતોષ અને મહિમા બંને જણાં સ્પ્લેન્ડર બાઇક પર ખરીદી કરી સાંજે પાંચ વાગે અરસામાં ગભેણી ગામે પરત આવી રહ્યાં હતાં. ભીમરાડ ચાર રસ્તા પાસેથી પસાર થતી વખતે પાછળથી માતેલા સાંઢની જેમ આવી ચઢેલા ડમ્પર ચાલકે નવયુગલને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ડમ્પર ચાલક ઇયર ફોન નાખીને સ્પીડમાં ડમ્પર હાંકી રહ્યો હતો. બાઈકને અડફેટે લઈ આશરે 10 મીટર સુધી ઘસડીને લઈ ગયો હતો. યુગલનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. બાદમાં નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે બંનેના મૃતદેહ ખસેડાયા હતાં. ઘટનાની જાણ ખટોદરા પોલીસને જાણ કરાતા પોલીસનો સ્ટાફ સ્થળે દોડી આવ્યા હતા. વધુમાં યુવક સચિન જીઆઇડીસીની કોઇ ડાઇંગ મિલમાં લેબ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. અને વિધવા માતાનો એકનો એક સહારો હતો.

નવયુગલના સપના શરૂ થાય તે પહેલા પુરા થઈ ગયા
રાજેશ અને મહિમાની સગાઈ થઈ ત્યારથી તેઓ લગ્ન જીવન શરૂ થાય તે પહેલા અનેક સપનાઓ સજાવી આયોજન કરી રહ્યા હતાં. નવયુગલ લગ્ન પછી નવું ઘર પણ બનાવતા હતાં. આ કપલનું નવું ઘર બને ત્યારબાદ બંને પરિવાર તેઓને લગ્ન કરાવવાના હતા. પરિવાર દ્વારા હાલ આ બને માટે નવું ઘર પણ બનાવવામાં આવી રહ્યું હતું. અને આ બનાવ બનતા પરિવાર અને ગામવાસીઓ પણ શોકમાં ગરકાવ થઈ ગયા છે.

Most Popular

To Top