ગુજરાતમાં હવે કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 1040 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 14 દર્દીના મૃત્યુ થયા છે. બીજી તરફ આજે 2570 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસની સંખ્યા 12667 નોંધાઈ હતી. જેમાંથી 84 વેન્ટિલેટર પર અને 12583 સ્ટેબલ છે. રાજ્યમાં વધુ 14 દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 10822 થયો છે.
છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 341, વડોદરા મનપામાં 170, બનાસકાંઠામાં 71, વડોદરામાં ગ્રામ્યમાં 64, સુરત ગ્રામ્યમાં 46, સુરત મનપામાં 34, ખેડામાં 31, ગાંધીનગર મનપામાં 25, કચ્છમાં 25, મહેસાણામાં 24, રાજકોટ ગ્રામ્યમાં 21, સાબરકાંઠામાં 18, અમરેલીમાં 14, આણંદમાં 13 રાજકોટ મનપામાં 13, ગાંધીનગર ગ્રામ્યમાં 12, ભરૂચમાં 11, પંચમહાલમાં 11, તાપીમાં 11, અમદાવાદ ગ્રામ્યમાં 9, જામનગર મનપામાં 9, અરવલ્લીમાં 8, ભાવનગર મનપામાં 7, ગીર સોમનાથમાં 6, મોરબીમાં 6, નવસારીમાં 6, વલસાડમાં 6, પાટણમાં 5, ભાવનગર ગ્રામ્યમાં 4, દાહોદમાં 4, મહીસાગરમાં 4, છોટાઉદેપુરમાં 3, નર્મદામાં 3, બોટાદમાં 1, જામનગર ગ્રામ્યમાં 1, જૂનાગઢ મનપામાં 1, પોરબંદરમાં 1, સુરેન્દ્રનગરમાં 1 નવો કેસ નોંધાયો છે. જ્યારે ડાંગ, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. આજે રાજ્યમાં નોંધાયેલા 14 મૃત્યુમાં અમદાવાદ મનપામાં 1, વડોદરા મનપામાં 4, સુરત ગ્રામ્યમાં 1, પંચમહાલમાં 1, ભાવનગર મનપામાં 1, મોરબીમાં 1, વલસાડમાં 1, ભાવનગર ગ્રામ્યમાં 2, મહીસાગરમાં 1, જામનગર ગ્રામ્યમાં 1 નો સમાવેશ થાય છે.