Dakshin Gujarat Main

આખરે, બે વર્ષે રૂશ્વતખોર મહિલા PSI પ્રકટ થઈ, સેલવાસના વાઈન શોપના માલિક પાસે લાંચ માંગ્યા બાદ પકડાવાની બીકે ગાયબ થઈ ગઈ હતી

વલસાડ : વલસાડ(VALSAD) પોલીસ મથકમા વર્ષ 2020માં સેલવાસ ( Silvasa)ના વાઇન શોપ (Wine shop)ના માલિકની દારૂના કેસમાં સંડોવણી સામે આવી હતી. જો કે પોલીસની ધરપકડથી બચવા માટે વાઈન શોપના માલિકે હાઇકોર્ટ માંથી આગોતરા જામીન મેળવી લીધા હતા. તેમ છતાં મહિલા PSI વાઈન શોપના માલિકને વારંવાર નોટિસો મોકલી પરેશાન કરવા લાગ્યા હતા. આ પ્રકારે હેરાનગતિ નહીં કરવા માટે મહિલા PSI એ રૂ. 1.50 લાખની લાંચ માંગી હતી. જેથી આ સમગ્ર મામલે વાઈન શોપના માલિકે એસીબી (ACB) ફરિયાદ કરી હતી. જો કે આ PSIની લાંચિયા પ્રવૃતિમાં તેના વકીલે પણ સાથ આપ્યો હતો. PSI વતી વકીલ લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. જયારે મહિલા PSI ભાગી છૂટી હતી. આ મહિલા PSI બે વર્ષ બાદ ACB સમક્ષ હાજર થઇ ગઈ હતી. જેથી ACBના અધિકારીઓએ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • વાઇન શોપના માલિક સામે દારૂના કેસમાં કાર્યવાહી ન કરવા માગી હતી લાંચ
  • મહિલા પીએસઆઈ વતી લાંચ લેતા વકીલ ઝડપાઇ ગયો હતી, 2 વર્ષ બાદ પોલીસ સમક્ષ થઈ હાજર

વલસાડ શહેરના પોલીસ મથકમાં વર્ષ 2020 કેસ દાખલ થયો હતો. આ કેસમાં સેલવાસ (Silvasa)ના બાર માલિક ( Wine shop )ના પૂત્રનું દારૂના એક કેસમાં નામ ખુલતાં વલસાડ પોલીસ મથકના મહિલા પીએસઆઈ (PSI) વાય.જે. પટેલે આરોપીને સમન્સ મોકલાવ્યો હતો. જો કે વાઈન શોપના માલિકે હાઇકોર્ટમાંથી આગોતરા મેળવ્યા હતા. આગોતરા જામીન મેળવ્યા બાદ સિટી પોલીસ મથકે જવાબ નોંધાવવા આવ્યો હતો. તેમ છતાં વલસાડ પોલીસ મથકના મહિલા PSI વાય.જે.પટેલે વારંવાર સીઆરપીસી 41(1) મુજબની નોટિસો પાઠ‌વી હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. વાઈન શોપના માલિકને PSIએ વારંવાર નોટિસ ફટકારી ફરિયાદીના પુત્રને પોલીસ મથકે હાજર કરવા તેમજ જરૂરી દસ્તાવેજી માહિતી રજૂ કરવા જણાવ્યું હતું. અને રજુ નહિ થાય તો કેસ કરી જેલમાં પુરી દેવાની ધમકી આપી હતી.

આ મહિલા પી.એસ.આઈએ કેસ પતાવી દેવા માટે પોતાના વચેટિયા વકીલ ભરત કુમાર ભગવતી પ્રસાદ યાદવ મારફતે ફરિયાદી પાસેથી રૂ. 1.50 લાખની લાંચ માંગી હતી. મહિલા પી.એસ આઈ એ આપેલી ધમકીના પગલે વાઈન શોપનો માલિક ગભરાઈ ગયો હતો. અને એસીબીમાં મહિલા પીએસઆઇ સામે ફરિયાદ કરી હતી. જેથી ગાંધીનગર (GANDHINAGAR )એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં વલસાડ મામલતદાર કચેરી બહાર PSI વાય.જે. પટેલ વતી લાંચની રકમ સ્વીકારવા તેમના વચેટિયા વકીલ ભરત યાદવે રૂા. 1.50 લાખની લાંચ સ્વીકારી હતી.જેને ACBની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે એસીબીની ટીમને જોતા જ મહિલા PSI ભાગી ગઈ હતી. જેને સમયે એસીબી ની ટીમે આરોપી વકીલ ભરત યાદવની ધરપકડ કરી હતી. જ્યારે છેલ્લા 2 વર્ષ થી મહિલા PSI યેશા પટેલ શુક્રવારના રોજ એસીબી સમક્ષ હાજર થઇ ગયા હતા.. જેથી એસીબીની ટીમે તેની ધરપકડ કરી હતી. અને તેની સામે કાયદેરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર કેસમાં વલસાડના મહિલા પીએસઆઇ વાય.જે.પટેલે સેલવાસના બારનું નામ ખુલ્યું હોવાની વાત ઉપજાવી કાઢવામાં આવી હોવાની ચર્ચા ઉઠી હતી. અને બારનું ન લખવા માટે રૂ.8 લાખની માગણી કરી હોવાની પણ ચર્ચા ઉઠી હતી. આ ઉપરાંત મહિલા PSI લાંચમાં સંડોવાતા વકીલે ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વકીલ અને આરટીઆઇ કાર્યકરે અગાઉ જાહેરમાં માસ્ક ન પહેરવા મુદ્દે આ મહિલા પીએસઆઇએ વિરોધ કર્યો હતો જેથી લાંચમાં મહિલા પીએસઆઇ ઝડપાતા તેણે જશ્ન મનાવ્યો હતો.

Most Popular

To Top