Charchapatra

પી.એમ. કિસાન યોજના

છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા નાના ખેડૂતોના હિતમાં પી.એમ. કિસાન યોજના અમલમાં મૂકી છે જે ખૂબ જ સારી બાબત છે જે યોજના હેઠળ ચાર મહિને રૂ. 2000/ ની રકમ ખેડૂતોનો ખાતામાં જમા કરવામાં આવે છે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને વાર્ષિક રૂ. 6000/ની રકમ પ્રયાપ્ત છે? વર્ષ દરમ્યાન ખેતરની સાર-સંભાણ, વિવિધ પાત્રો માટે જરૂરી રસાયણો ખેતરો જંતુનાશક દવાઓ, પાણી માટે મોટરો અમે ભાડાની ટ્રેક્ટરો અને બળદગાડાઓ લાવવા માટે મોટો ખર્ચ કરવો પડે છે તો આ અંગે વિશેષ કરીને નાના ખેડૂતોના હિતનું ધ્યાન રાખી આ રકમમાં વધારો કરવો જરૂરી છે તો આ અંગે સરકાર ગંભીરતાથી વિચારે અને દેશ અને નાના ખેડૂતોનું ધ્યાન રાખી આ રકમમાં વધારો કરે જે યોગ્ય હશે!
સુરત     – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top