Charchapatra

હાર્દિક શ્રધ્ધાંજલિ રોમી સ્ટરલિંગ પક્ષીઓને

સુરતની બદલાતી સુરતમાં જૂની ઈમારતો તૂટીને નવી અદ્યતન ઈમારતો બની રહી છે જેના એલીવેશન બાહ્ય દેખાવ સુંદરતા આપે છે પરંતુ એ સુંદરતામાં સુરક્ષાના મુદ્દાને પણ ધ્યાનમાં લેવામાં આવે તો કાચના એલીવેશનને કારણે દિશાભ્રમિત થવાથી હિમલાય તરફથી આવતા રોઝી સ્ટરલીંગ બર્ડ તેમના કરતબ દરમ્યાન ઝૂંડમાં એલીવેશનને ખુલ્લુ આકાશ સમજી ધડાકાભેર અથડાયા અને મૃત્યુ પામ્યા એ કરુણ ઘટના નિવારી શકાય હોત. અન્ય પ્રકારના એલીવેશનમાં ઈમારતમાં આગ લાગતી વખતે ખતરો ઉભો થતો હોવાને લીધે પાલિકા દ્વારા આ પ્રકારના એલિવેશન ન કરવા પર ભાર મૂકવામાં આવે છે. સુરતના જોખમરુપ એલિવેશન ધરાવતાં બિલ્ડીંગના સભ્યો / આગેવાનોનો સવેળા સર્વે કરાવી સર્વજીવ સુખાયની દિશામાં પ્રયત્ન હાથ ધરશે તો નિર્દોષ પક્ષીઓને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ થશે.
સુરત     – સીમા પરીખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top