સુરત: (Surat) સુરત અને મુંબઈના (Mumbai) હીરાના (Diamond) વેપારમાં અત્યાર સુધી કુદરતી હીરા (Natural Diamond) સાથે સિન્થેટિક (Synthetic) એટલે કે સીવીડી (CVD) ડાયમંડની ભેળસેળના (Mixing) કેસો મળી આવતા હતાં. પ્રથમવાર મહિધરપુરા હીરા બજારમાં રફ ડાયમંડના વેસ્ટેજ (ચીપ્સ)માં 90 ટકા મોઝેનાઈટ સિલિકોન કાર્બાઈડ હીરા અને 10 ટકા સિન્થેટિક- લેબગ્રોન ડાયમંડની ભેળસેળ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 455 કેરેટના રફ ડાયમંડના પેકેટ તરીકે ટેસ્ટિંગ, ગ્રેડિંગ માટે આવેલા આ હીરાના જથ્થામાં મોઝેનાઈટ ડાયમંડ અને લેબગ્રોન (Labgron) ડાયમંડ મળી આવ્યા છે.
- સર્ટિફિકેશન અને ટેસ્ટિંગ સહિત મોટા ભાગના કારખાનામાં આધુનિક મશીનરીના લીધે ભેળસેળ નહીંવત થતી હોવા વચ્ચે ચોંકાવનારો કિસ્સો
- મહીધરપુરા હીરાબજારમાં નેચરલ ડાયમંડની ચીપ્સ સાથે મોઝેનાઈટ અને લેબગ્રોન ડાયમંડ ભેળવેલા હોવાનો કિસ્સો સામે આવ્યો
- હીરા ઉદ્યોગકારો ગૌરવ શેઠીએ જીજેઈપીસીને બનાવ અંગે જાણ કરી
સર્ટિફિકેશન અને ટેસ્ટિંગ સહિત મોટાભાગના ડાયમંડ યુનિટ્સમાં ડિટેક્શનની આધુનિક મશીનરીઓ આવી જતાં કુદરતી હીરામાં ભેળસેળનું પ્રમાણ ઘટી ગયું છે. મહિધરપુરા હીરા બજારમાં ચીપ્સનું નેચરલ ડાયમંડની સાથે મોઝેનાઈટ અને કલેબગોન ડાયમંડ નીકળતા નવા વેપારી સાથે થયેલા આ સોદામાં હીરાની ભેળસેળનો મામલો બહાર આવ્યો છે. રફ ડાયમંડ કટિંગ થયા પછી તેની વેસ્ટજ કે ચીપ્સનો લેબગ્રોનન ડાયમંડના રો-મટિરિયલ તરીકે ઉપયોગ વધ્યો છે.
મોઝેનાઈટ અને સીવીડી ડાયમંડ કુદરતીથી કઈ રીતે અલગ પડે છે?
મોઝેનાઈટ ડાયમંડ 400થી 1000 ડીગ્રી ટેમ્પરેચરમાં તૈયાર થાય છે. તે કલર ઇફેક્ટમાં ડબલિંગ ઇફેક્ટ આપે છે. કુદરતી રફ ડાયમંડ સિંગલ રીફલેક્ટિવ હોય છે. જ્યારે મોઝેનાઈટ માંથી પ્રકાશ પસાર થાય છે. ત્યારે સપ્તરંગી અસર છોડે છે. આ હીરા દેખાવે પારદર્શી સફેદ કાંચ જેવા નરી આંખે દેખાય છે. જેનો ઉપયોગ હલકી ગુણવત્તાની જવેલરી બનાવવામાં કરવામાં આવે છે. કુદરતી હીરા કરતા આ હીરા 50 થી 60 ટકા સસ્તા હોય છે. નેચરલ માર્કના ફાઉન્ડર ગૌરવ શેઠીએ જણાવ્યું હતું કે આ મામલામાં જીજેઈપીસીની નેચરલ ડાયમંડ મોનિટરિંગ કમિટીને જાણ કરવામાં આવશે. જે આવા કેસો ધ્યાને લેતી હોય છે.