Surat Main

150 કરોડ લઈને સુરતમાં છુપાઈ હતી મહિલા, ફિલ્મી અદામાં મુંબઈ જીએસટીના અધિકારીઓ ઉપાડી ગયા

સુરત: (Surat) મુંબઈ જીએસટી કમિશનરેટની (Mumbai GST) એક ટીમે મોટી કાર્યવાહી સુરતમાં કરી છે. મુંબઈમાં રૂપિયા 150 કરોડની જીએસટીની ચોરી (GST Fraud) કરી સુરતમાં છૂપાયેલી મહિલાને (Women arrest) તેના ઘરમાં જઈ પકડી લેવામાં આવી છે. તેના ઘરમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હોવાની ચર્ચા છે. જીએસટીના અધિકારીઓએ મહિલાને પકડી પૂછપરછ શરૂ કરતા જ મહિલાની તબિયત બગડી ગઈ હતી. તેથી તેને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે એમ્બ્યુલન્સમાં લઈ જવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

  • મુંબઈ જીએસટીના અધિકારીઓએ પ્રિમા મિત્રા નામની મહિલાને પકડી
  • ભગવતી આશિષ સોસાયટીમાં 3 મહિનાથી પતિ સાથે છૂપાઈને રહી હતી
  • પાડોશીઓને પોતાનું નામ શગુન હોવાનું ખોટું બોલી હતી
  • અધિકારીઓએ પકડી ત્યારે બિમાર પડી ગઈ, અધિકારીઓ એમ્બ્યુલન્સમાં મુંબઈ ઊંચકી ગયા

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ એસટી વિભાગના અધિકારીઓ સાથે મુંબઇ પોલીસે સુરતના પોશ વિસ્તારમાંથી એક મહિલાની ગઈકાલે બપોર બાદ અટકાયત કરવામાં આવી હતી. આ મહિલાએ મહારાષ્ટ્રમાં રૂપિયા 150 કરોડનું જીએસટીનું કૌભાંડ આચર્યું હતું અને ત્રણ મહિના પહેલાં જ પતિ સાથે સુરત ભાગી આવી હતી. મુંબઈ જીએસટીના અધિકારીઓએ બાતમીના આધારે દરોડા પાડી આ મહિલાને ઝડપી તો પાડી પણ તેના ઘરમાંથી કરોડો રૂપિયા રૂપિયા પણ કબજે કર્યા છે. મહિલાએ મોડી રાત્રે પોતાની બીમારીનું બહાનું કાઢતા તેને પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ હતી જ્યાંથી તેને ખાનગી બસમાં મુંબઈ ખાતે લઇ જઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તપાસમાં વધુ કરોડો રૂપિયાનું કૌભાંડ નીકળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ગતરોજ બપોરના સમયે મુંબઈની વિભાગના અધિકારીઓ પોલીસ સાથે સુરતના વિસ્તારમાં આવેલા ભગવતી આશિષ સોસાયટીના વિભાગ-1 ના કોમ્પલેક્ષના પહેલા માળે ૧૦૧માં દરોડા પાડયા હતા. આ કોમ્પલેક્સમાં ત્રણ મહિના પહેલા જ રહેવા આવેલી પ્રિમા માત્રે નામની યુવતીએ મુંબઈ ખાતે દોઢસો કરોડનો જીએસટીનું કૌભાંડ કર્યું હતું. આ મહિલા છેલ્લા ત્રણ મહિનાથી સુરત ખાતે આવીને ભાડાના મકાનમાં રહેતી હતી અને અહિયાં લોકોને પોતાનું નામ શગુન હોવાનું કહ્યું હતું.

જીએસટી વિભાગના અધિકારીઓ પકડી ત્યારે આ મહિલાના ઘરમાંથી કરોડો રૂપિયા રોકડા સાથે મોટા પ્રમાણમાં જ્વેલરી મળી આવી હતી. આ મહિલા પાસે એક લક્ઝુરીયસ કાર મહારાષ્ટ્ર પાર્સિંગની મળી આવી હતી.અધિકારીઓએ વધુ પૂછપરછ શરૂ કરતાં જ બીમારીનું બહાનું કાઢ્યું હતું. મુંબઇથી આવેલા અધિકારીઓ ખાનગી એમ્બ્યુલન્સ ભાડે કર્યા મહિલાને મુંબઈ ખાતે આવેલી હિન્દુજા હોસ્પિટલમાં મોડી રાત્રે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.

હાલ આ મામલે મગનું નામ મરી જીએસટી ના અધિકારીઓ પાડવા તૈયાર નથી ત્યારે સુત્રોની વાત માનીએ તો મહિલાના ઘરમાંથી રોકડા રૂપિયા સાથે કરોડોની જ્વેલરી પણ મળી આવી છે. જીએસટી વિભાગ સાથે મુંબઇ પોલીસને સાથે રાખી કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે સુરત જીએસટી ના અધિકારીઓ સાથે લોકલ પોલીસની પણ મદદ લેવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.

Most Popular

To Top