અંકલેશ્વર : (Ankleshwar) અંકલેશ્વર GIDC માં આવેલી એક ફાર્મા કંપનીના (Pharma Company) પ્લાન્ટમાં (Plant) ભીષણ આગ (Fire) લાગી હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગના પગલે કંપની નજીક ઉભેલી ટ્રક પણ ઝપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાક થઇ ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે બાજુ ની કંપનીને પણ ઝપેટમાં લઇ લીધી હતી. ઘટનાના પગલે ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં ફાયરના સાત ટેન્કરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી છે.
- અંકલેશ્વરની મહાકાળી ફાર્મા કેરમાં સવારે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો
- ઉત્પાદન ચાલી રહ્યું હતું ત્યારે આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ
- આસપાસની કંપની તેમજ અંકલેશ્વરના 7 ફાયર ટેન્ક રઘટના સ્થળે દોડી ગયા, બપોર સુધી આગ કાબુમાં આવી નહોતી
- ડીવાયએસપી અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા, આગ કેવી રીતે લાગી તેની તપાસ શરૂ કરાઈ
અંકલેશ્વરની GIDC માં આવેલી મહાકાળી ફાર્મા કેમ નામની કંપનીમાં શુક્રવારે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં સવારના સમયે ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. જે દરમ્યાન અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ સોલ્વન્ટમાં લાગી હોવાની પ્રથામિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આગ એટલી હદે ભીષણ હતી કે કંપનીની નજીકમાં ઊભેલી એક ટ્રક બળી પણ ખાક થઈ જવા પામી હતી. આ ઉપરાંત બાજુની કંપનીનો કેટલોક ભાગ પણ આગની ચપેટમાં આવી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવી હતી. જેના પગલે 7 ફાયર ટેન્કર ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
સવાર થી લાગેલી આગ બપોર સુધીમાં પણ કાબુ આવી નથી. ફાયરના જવાનો ઘ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે. આ આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ આગના પગલે કંપનીને મોટું નુકશાન થવા સંભાવના છે. આ ઉપરાંત આગ ની ઝપેટમાં આવેલી અન્ય એક કંપનીને પણ નુકશાન થયું છે.