Gujarat Main

‘હું મુસ્લમાન છું, એટલે મને ફસાવ્યો..’, અમદાવાદ સિરીયલ બ્લાસ્ટના દોષિતે કોર્ટને આપ્યું ચોંકાવનારું નિવેદન

અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી (Ahmedabad serial bomb blast) સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. અમદાવાદના રાયપુર, નારોલ, મણિનગર, સરખેજ, સારંગપુર, બાપુનગર, રખિયાલ હાટકેશ્વર, એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સહિત અમદાવાદ શહરના કુલ 20 સ્થળે બૉમ્બ બ્લાસ્ટ થયા હતા જેને લઈને અમદાવાદમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. આ બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તો 200 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી 77 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં (Special Court) સુનાવણી (Hearing) હાથ ધરવામાં આવી હતી. જેમાં 29 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા, જો કે ત્યારબાદ આજે 49 દોષિતો આજે સજાની સુનાવણી હાથ ધરવામાં આવી છે.

આજે શુક્રવારે સવારે સાબરમતી જેલમાંથી આરોપીઓને વિડીયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. અમદાવાદની સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલ દ્વારા બંને પક્ષ તથા દોષિતોને સાંભળવામાં આવ્યા છે. આ અગાઉ બચાવ પક્ષના વકીલ દ્વારા મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માગ કરાઈ હતી. તેમજ આરોપીને સુધરવા માટે એક તક આપવાની રજૂઆત કરતા ઋષિ વાલ્મીકિનું ઉદાહરણ આપ્યું હતું, જેની સામે સરકારી વકીલએ જણાવ્યું કે, વાલ્મીકિઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારવાનો અવકાશ હોય. દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો જોવાની જણાવી મહત્તમ સજાની માંગ કરી હતી.

આરોપીઓ કોર્ટમાં સુનાવણી દરમિયાન દલીલો કરી હતી. જેમાં એક આરોપીએ આ કેસ સાથે મારે કોઈ સંબંધ નથી મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. અન્ય એક આરોપીએ કહ્યું કે તેઓને કયા કેસોમાં દોષિત ઠેરાવ્યા છે તે જણાવ્યું જ નથી. માત્ર તેઓ દોષી છે તેવી જ જાણ કરાઈ છે. અન્ય એકે આરોપીએ ભગવાનને યાદ કરતા કહ્યું, ‘ઉપરવાળાની જે મરજી હોય હું, એમના ઉપર છોડું છું’ એમ કહ્યું હતું.

જ્યારે એક દોષિતે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. વીડિયો કોન્ફરન્સમાં જ્જ સમક્ષ દોષિતે કહ્યું, ‘મારો આ કેસ જોડે કોઈ નાતો નથી. હું મુસલમાન છું એટલે મે ફસાવવામાં આવ્યો છે. મારી ખોટી ઓળખ કરીને ધરપકડ કરાઈ છે. મારો કોઈ રોલ નથી પણ ફક્ત મુસલમાન હોવાથી મને ફસાવવામાં આવ્યો છે. હું હાલોલ કેમ્પમાં પણ નહોતો. હું ક્યારેય ગુજરાત નહોતો આવ્યો અને હું ગુજરાતી પણ નથી જાણતો. જો કોર્ટ મને સજા સંભળાવે તો હું ઈચ્છી કે મને મારા રાજ્યની જેલમાં સજા કાપવા મોકલવામાં આવે.

Most Popular

To Top