સુરતઃ (Surat) સચિન (Sachin) વિસ્તારમાં ભીખ (Beggars) માંગવાના બહાને દુકાનમાં (Shop) ઘુસીને કાઉન્ટરમાંથી (Counter) રોકડ રૂપિયાની ચોરી કરતી ત્રણ મહિલાઓની ગેંગને સચિન પોલીસે ઝડપી પાડી હતી. આ ત્રણેય મહિલાઓએ ગત 20 જાન્યુઆરીએ કનકપુર ખાતે આવેલી કરિયાણાની દુકાનમાં 25 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
- સચીન કનકપુર ખાતે ગોકૂલ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં ભિખારી મહિલાઓએ કરી ચોરી
- ભીખ આપવાની ના પાડી તો 3 બાળકો સાથે 3 મહિલા દુકાનમાં ઘૂસી આવી અને જાતે જ સામાન લેવા લાગી
- ભિખારી જતા રહ્યાં પછી કાઉન્ટર ચેક કર્યું તો કાઉન્ટરમાંથી રોકડા 25 હજાર ગૂમ થયા હોવાની જાણ થઈ
- દુકાનના માલિક અરવિંદભાઈએ ફરિયાદ આપતા સચીન પોલીસે તપાસ શરૂ કરી
સચિન ખાતે શીતલનગર સોસાયટીમાં રહેતા 61 વર્ષીય અરવિંદભાઈ જીવણભાઈ પટેલ કનકપુર સચિન ખાતે ગોકુલ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ ચલાવે છે. ગત 20 જાન્યુઆરીએ તેઓ દુકાને બેઠા હતા ત્યારે ત્રણ નાના બાળકો સાથે ત્રણ મહિલાઓ દુકાનમાં ભીખ માંગવા માટે આવી હતી. અરવિંદભાઈએ ભીખ આપવાની ના પાડતા ત્રણેય બાળકો બળજબરી દુકાનમાં ઘુસીને વેફર અને બિસ્કીટ પોતાની રીતે લેવા લાગ્યા હતા. આ બાળકોને બહાર કાઢવા અરવિંદભાઈ કાઉન્ટર પરથી ઉભા થયા ત્યારે ત્રણેય મહિલાઓ દુકાનના કાઉન્ટર તરફ ગઈ હતી.
તેમને બહાર ભગાવ્યાના દસેક મિનિટ પછી અરવિંદભાઈએ ચેક કરતા કાઉન્ટરમાં મુકેલા 25 હજાર રૂપિયા રોકડા ગાયબ હતા. બાદમાં તેમના ભાઈ અને ભાગીદાર શૈલેષભાઈને ફોન કરીને દુકાન બોલાવ્યા હતા. બંને ભાઈઓએ સીસીટીવીમાં () ચેક કરતા આ વિડીયો તેમના વેપારી ગ્રુપમાં પણ મોકલી આપ્યો હતો. ગઈકાલે અરવિંદભાઈને સચિનમાં જ રહેતા તેમના મિત્ર રામકરણ કશ્યપે ફોન કરીને ચોરી કરનાર ત્રણેય મહિલા સચિન જીઆઈડીસીમાં બાળકો સાથે ફરી રહી હોવાનું કહ્યું હતું. જેથી અરવિંદભાઈ અને તેમના ભાણેજ જઈને જોતા આ તે જ મહિલાઓ હોવાથી તાત્કાલિક સચિન પોલીસને જાણ કરી હતી. સચિન પોલીસની ટીમે આવીને ત્રણેય મહિલાઓ સંગીતા ભગત કાલે (ઉ.વ.25), અંજલીબેન ગગનભઆઈ ડબાવાળા (વાઘરી) (ઉ.વ.35) અને મમતાબેન જગતભાઈ ડબાવાળા (વાઘરી) (ઉ.વ.40) (તમામ રહે.રેલ્વે સ્ટેશન પાસે ઝુપડપટ્ટી) ને ઝડપી પાડ્યા હતા.