તારીખ 12/01/22 નાં ગુજરાતમિત્રમાં ડો. થી રાજઉપાધ્યાયનું માનવમૂત્રનો કર્મશિયલ ઉપયોગ ચર્ચાપત્ત માનવમૂત્ર વિષે ઘણી બધી નહીં જાણેલી વાત કરી જાય છે. માનવમૂત્ર અને ગોમૂત્ર બંને માનવીનાં સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. તેમાં ગોમૂત્ર માટે ગાયો પાળવી પડે યા કોઈ બીજી રીતે તે ભેગું કરવું પડે. ગોમૂત્ર એકઠું કરવાની થોડી અઘરી વાત છે પરંતુ માનવ મૂત્ર તો ચર્ચાપત્રમાં બતાવ્યુ તેમ થોડી સહેલાઈથી ભેગું કરી શકાય છે. ચર્ચાપત્રમાં દિલ્હીની સંસ્થાઓએ માનવમૂત્ર એકઠું કરવા માટે જે ઉપાયો કર્યા છે તે પ્રશંશનીય છે. આ રીતે ભારતમાં દરેક જગ્યાએ માનવમૂત્ર એકઠું કરવાનાં પ્રયત્નો થાય તો એનો ઉપયોગ ધંધાદારી રીતે ખાતર માટે કરી શકાય છે. આને માટે લખનારને ભૂતકાળ યાદ આવી જાય છે. નાનપણમાં લખનારનાં દાદા બધાને સવારનાં ઉઠતાની સાથે વાડકીમાં ગોમૂત્ર પાતા હતાં. અમારે ત્યાં ગાય રાખવામાં આવી હતી અને તેનું મૂત્ર દાદા એક વાસણમાં એકઠું કરી અમને સૌને પાતા હતાં. તેવી રીતે સ્વમૂત્રનો પ્રયોગ પણ ઘણાં અપનાવે છે. સવારના ઉઠતાંની સાથે જે પેશાબ થાય તે ગ્લાસમાં લઈ લેવામાં આવે છે અને તેને પીવાય છે. થોડું ચીતરી ચઢે તેનું કાર્ય છે પરંતુ ધીરે ધીરે ટેવાય જવાય છે.
સ્વમૂત્ર પીવાનું તો આજે ઘણાં વર્ષોથી ચાલે છે અને ઘણાં બધાં લોકો પીને સ્વસ્થ રીતે જીવે છે. પરંતુ એનો વ્યાપારીક ઉપયોગ વિષે નવું જાણવાનું મળ્યું દિલ્હીની સંસ્થાઓએ માનવમૂત્ર એકઠું કરવાનાં જે પ્રયોગ કર્યા છે તે પ્રમાણે દરેક શહેર અને જીલ્લામાં એ રીતે માનવમૂત્ર ભેગુ થઈ શકે અને તે ખાતર બનાવવા ઉપયોગમાં લઈ શકાય. આજે ઓર્ગેનિકના નામે જે વસ્તુઓ બને છે તે પ્રમાણે માનવમૂત્ર ઓર્ગેનિક ખાતર બનાવવામાં વાપરી શકાય અને ખેડૂતોનાં કેમીકલ ખાતરનાં ખર્ચામાં ઘણાં બધાં નાણાં બચી જાય ! દરેક શહેરમાં મૂત્રાલયોમાંથી પાઈપો દ્વારા મૂત્ર ભેગું કરી શકાય અને ખેડૂતોને ખાતરમાં નાંખવા આપી શકાય. અમારી શેરીમાં એક સજ્જન એકસો પાંચ વર્ષ જીવ્યાં. એમને પૂછતાં એમણે જણાવ્યું કે મેં માનવમૂત્ર વિષે જાણ્યું ત્યારથી હું કદી બિમાર પડયો નથી અને મેં કોઈ દવા કરી નથી. આવી તો ઘણી વ્યકિત હશે જે દવા લીધા વગર સ્વમૂત્રથી લાંબુ આયુષ્ય ભોગવી ચૂકી હશે. સરકાર જો આવી બાબતમાં રસ લે તો દેશની ખેતી ઘણી રીતે ઉન્નત બની શકે છે અને દેશનાં ઘણાં ખેડૂતો એમાં રસ લેતાં થઈ શકે છે. આ પ્રયોગથી દેશનાં ખેડૂતોનાં અઢળક નાણાં બચી શકે છે અને પ્રજાને સસ્તા ભાવે અનાજ મેળવવામાં મદદ થઈ શકે છે.
પોંડીચેરી – ડો. કે.ટી.સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે