Charchapatra

ન્યાયતંત્રમાં મૌલિક ફેરફાર

બંધારણમાં દેશના દરેક વ્યકિતને સમાનતા અને કાયદાના સમાન સંરક્ષણનો અધિકાર આપે છે. એટલે કે અપરાધ મ.પ્રદેશમાં થાય કે કેરળમાં સજા સમાન હોવી જોઇએ. રાજયોમાં એવા અનેક અપરાધ છે, જેના વિરુધ્ધ કોઇ કાયદો જ નથી અને છે તો સજામાં અંતર છે. દેશના લગભગ તમામ ભાગમાં મોબલિન્ચિંગની ઘટનાઓ થઇ ચૂકી છે. જો કે માત્ર મણિપુરે 2018 અને રાજસ્થાને 2019 માં લિન્ચિંગ વિરુધ્ધ સુરક્ષા આપતા કાયદા બનાવ્યા. પરિણામે આખો દેશ જયાં કાયદો નથી ત્યાં સામાન્ય જનતા લિન્ચિંગ વિરુધ્ધ સમાન સુરક્ષાથી વંચિત છે. ગૌ વંશની સુરક્ષા માટે દરેક રાજયોના અલગ કાયદાઓ છે. જયારે અનેક રાજયોમાં સરકારો હજુ કાયદો બનાવવાનું વિચારી રહી છે. છેતરપિંડી કે લાલચથી ધર્મ પરિવર્તન એ દેશવ્યાપી સમસ્યા છે પરંતુ રાજયોએ પોતપોતાના કાયદા બનાવ્યા છે અને અલગ અલગ સજાની જોગવાઇ છે. આ તમામ બાબતે કેન્દ્ર સરકારે અંગ્રેજોએ બનાવેલી આઇપીસીને સમાપ્ત કરીને એક નવી દંડ સંહિતા બનાવવી જોઇએ જે દેશ, સમય અને પરિસ્થિતિને સાપેક્ષ હોય.
ગંગાધરા    – જમિયતરામ હ. શર્મા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top