ખાણ ખનીજ વિભાગે પકડેલી હાર્ડ મોરમ ભરેલી બે ટ્રક ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય દાદાગીરી કરી છોડાવી ગયો

વલસાડ : કપરાડા (Kaprada) તાલુકાના અંભેટી -સુખાલા માર્ગ પર કોઈ પણ જાતની પરમિશન વગર હાર્ડ મોરમ ભરેલી બે ટ્રક (truck) ને ખાણ ખનીજ વિભાગે પકડી પાડતા વાપી વિભાગની ટોળકી બે કારમાં આવી દાદાગીરી કરીને બંને ટ્રક ખાણ ખનીજ વિભાગના માણસો પાસેથી છોડાવી ગયા હતા. જોકે ખાણખનીજ વિભાગે સરકારી ફરજમાં રૂકાવટ સહીત જાનથી મારી (death) નાંખવાની ધમકી માટે માઇન્સ સુપરવાઈઝરે નાનાપોંઢા પોલીસ મથકમાં સોમવારે મોડી સાંજે ફરિયાદ આપતા પોલીસ (police) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાડીઓમાં આવીને ખાણ ખનીજ વિભાગના ફરજ પરના કર્મચારીઓને ધમકી આપી ટ્રક છોડાવી જનારાઓમાં સત્તાધારી ભાજપના (BJP) જિલ્લા પંચાયતના છરવાડા બેઠકના સભ્ય તેમજ રાતાના માજી સરપંચ મિતેશભાઇ પટેલનું પણ નામ આવતા વાપી પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ મામલામાં પોલીસને રાજકારણીઓ દ્વારા ફોન પણ થયા હોવાની વાતની ચર્ચા ચાલી છે. જોકે પોલીસે મક્કમ થઇને ગુનો દાખલ કરતા આ મામલો સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી દીનેશકુમાર નાનજીભાઈ પવાયા (નોકરી, માઇન્સ સુપરવાઈઝર, મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી, જિલ્લા સેવા સદન વલસાડ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ સિક્યુરિટી ગાર્ડ હેતલભાઇ ચંદુભાઇ મહ્યાવંશી અને મનીષભાઈ દિપકભાઈ હળપતિ સાથે ખાનગી વાહનમાં સોમવારે સવારે 11.30 કલાકે જિલ્લામાં ગેરકાયદે ખોદકામ, વહન, સંગ્રહ અટકાવવા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન કપરાડાના સુખાલા- અંભેટી માર્ગ ઉપરથી પસાર થતા હતા ત્યારે ટ્રક નંબર જી.જે. 15 યુ.યુ. 5654માં હાર્ડ મોરમ ખનીજ ભરેલું જોવા મળતા ટ્રકને અટકાવી પરમીટ માગી હતી. ટ્રકના ચાલકે પરમીટ નહીં હોવાનું જણાવ્યું હતું.

જેથી એક ગાર્ડને ટ્રક પાસે મૂકી સુપરવાઇઝર પવાયા જ્યાંથી હાર્ડ મોરમ ભરી હતી ત્યાં જવા નીકળ્યા હતા. તે સમયે સુખાલા તરફ આવતા બીજી ટ્રક નંબર જી જે. 15 એવી 5456 કે જેમાં પણ હાર્ડ મોરમ જોવા મળ્યું હતું. ટ્રક ચાલક પાસે પરમીટ માંગતા ચાલકે નહીં હોવાનું જણાવ્યું હતું. તેમજ ક્યાંથી હાર્ડ મોરમ ભરી તેની ખબર નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી ટ્રક નંબર જી.જે. 15 એવી 5456માં ગાર્ડ મનીષભાઇ હળપતિને બેસાડી નીલકંઠ ક્વોરી ધગળમાલ લઈ જવા સુપરવાઇઝર પવાયાએ જણાવ્યું હતું. તે સમયે ગાર્ડ હેતલભાઈનો ફોન આવ્યો હતો કે અંભેટી ખાતે પકડેલી ટ્રક નંબર જી.જે. 15 યુ.યુ. 5654 પાસે જીતુભાઈ (રહે. કોપરલી), હિતેશ આહીર તથા મિતેષ પટેલ (રહે.રાતા) તથા અન્ય માણસો આવ્યા છે અને ગાર્ડને ધમકી આપી ધક્કામુકી કરી ટ્રક લઈ ગયા.

આ બનાવને લઇ સુપરવાઇઝર પવાયા ફરી અંભેટી ગયા હતા. તે સમયે ત્યાં હાજર જીતુભાઈ તથા હિતેશ આહીર, હરીશ આહીર તથા મિતેષ પટેલે કહ્યું કે ‘તમે પ્રાઇવેટ વાહનમાં ચેકિંગ કરો છો’, જોકે સુપરવાઇઝરે મોબાઈલ ફોનમાં તેમના ફોટા પાડી લીધા હતા. તેઓ સ્કોર્પિયો નંબર જી.જે. 15 સી.જે. 9373, ફોર્ચ્યુનર નંબર ડી.એન. 09 એચ.0044 તથા સફેદ કલરની ઇનોવા ગાડી લઈને આવ્યા હતા. આ દરમિયાન સુપરવાઇઝરની ગાડીમાં બેઠોલો ટ્રક ડ્રાઇવર ભાગી ગયો હતો. ત્યાંથી સુપરવાઇઝર નીલકંઠ ક્વોરી જવા રવાના થયા હતા. ત્યારે તેમના ગાર્ડ હેતલભાઈએ તેમને જણાવ્યું કે જીતુભાઈ અને હિતેશભાઈ આહીરે તેને ધમકી આપી હતી કે ‘વાહન ચેકિંગમાં આવશો અને અમારી ગાડીઓ રોકશો તો જાનથી મારી નાખીશું’. તો બીજી તરફ અન્ય ગાર્ડ મનીષભાઈનો ફોન આવ્યો કે એક વાઇટ કલરની ઇનોવા કાર લઈ નીલકંઠ ક્વોરી પાસે જીતુભાઈ તથા હિતેશભાઈ તથા બીજા ત્રણ ઈસમો આવ્યા હતા.

તેમણે ગાર્ડ પાસે ટ્રકની ચાવી લઈ ટ્રક લઈ ગયા હતા. સુપરવાઇઝર પવાયા નીલકંઠ ક્વોરી પર પહોંચ્યા ત્યારે ટ્રક નંબર જી.જે. 15 યુયું. 5654 જેમાં આશરે 15 મેટ્રિક ટન હાર્ડ મોરમ અને જી જે. 15 એવી 5456માં 26.540 મેટ્રિક ટન મળી કુલ 41.540 મેટ્રિક ટન હાર્ડ મોરમ ચોરી કરી હોય તેવું જણાયું હતું. આમ ગુજરાત ખનીજ નિયમ, માઇન એન્ડ મિનરલ એકટ તથા ગાર્ડ હેતલભાઇને જાનથી મારી નાખવાની ધમકી તેમજ સરકારી ફરજની કાર્યવાહીમાં રુકાવટ કરી

Most Popular

To Top