ખરસાલીયા ગામે વરઘોડામાં ફાયરિંગ અને તલવારબાજીના બે ગુના નોંધાયા

કાલોલ: કાલોલ તાલુકાના ખરસાલીયા ગામ ભરતભાઈ ઉદાભાઈ સોલંકીના પુત્ર અંકીતના લગ્ન પ્રસંગે શુક્રવારે  રાત્રે સક્ષમ અધિકારીની પરવાનગી વગર કોરોનાનું સંક્રમણ ચાલતું હોવાનું અને જીલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલમા હોવાનુ  જાણવા છતાં ૩૦૦ થી વધુ માણસોને એકત્ર કરી ડીજે સાથે લગ્નનો વરઘોડો કાઢી સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા વેજલપુર પોલીસ એક્શનમાં આવી હતી.  પોલીસ સ્ટાફને સોશિયલ મીડિયા દ્વારા લગ્નના વરઘોડાનો વાયરલ થયેલ વિડિયો મળતાં વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા ખાત્રી તપાસ કરાવતા આ લગ્નમાં વરરાજાએ પોતે અન્યના પરવાનાવાળી 12 બોરની બંદુક વડે જાહેરમાં અન્ય માણસોની જીંદગી જોખમમાં મૂકાય તે રીતે હવામાં ફાયરિંગ કરી બેદરકારીભર્યું કૃત્ય કર્યુ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું.

 આ ઉપરાંત જયદીપકુમાર અરવિંદભાઈ દ્વારા જાહેરમાં ખુલ્લી તલવાર લઈને વરઘોડા દરમિયાન તલવાર સાથે ટોળા ના માણસો વચ્ચે અન્યને ઇજા થાય તે રીતે નાચ કરતો  વિડિયો વાયરલ થતા પોલીસે આર્મ્સ એક્ટની કલમ ૩૦ તથા ઈ પી કો કલમ ૩૨૬,૨૮૬ તથા જી પી એક્ટ ની કલમ ૧૩૫ હેઠળ અંકિત કુમાર ભરતભાઈ સોલંકી તથા જયદીપકુમાર અરવિંદભાઈ સોલંકી બંને રે. ખરસાલીયા  તા કાલોલ સામે ગુનો દાખલ કરેલ તથા ભરતભાઈ ઉદાભાઈ સોલંકી  રે ખરસાલીયા તેમજ સાગર મહેશભાઈ માછી  રે આજવા રોડ વડોદરા  સામે એપેડેમિક ડીસીસ એકટ હેઠળ અને અને ઇ.પી.કો.કલમ ૨૬૯,૨૭૦,
૧૮૮,૧૧૪નો ગુનો દાખલ કર્યો છે.

Most Popular

To Top