નવી દિલ્હી: લતા મંગેશકરનું (Lata Mangeshkar) 92 વર્ષની વયે નિધન (death) થયું છે. દુનિયાભરના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. લતાજીને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે સવારે 8:12 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભારત રત્ન (Bharat Ratna) લતા મંગેશકરે 36 ભાષાઓમાં 50 હજારથી વધારે સોંગ (Song) ગાયાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi ) , રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind) , ગૃહમંત્રી અમિત શાહ, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ સહિત દેશની અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને લતાજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજ સિંહને પહેલી નજરનો પ્રેમ હતો
તમને ખબર જ હશે કે લતા મંગેશકરે લગ્ન કર્યા નથી. ઘણીવાર તમારા મનમાં આ પ્રશ્ન આવતો જ હશે કે તેમણે આજ સુધી લગ્ન કેમ નથી કર્યા? શું તેમને ક્યારેય પ્રેમ ન થયો હોય ? તેમને જણાવી દઈએ કે તેમને પણ પ્રેમ થયો છે. લતાજી ડુંગરપુર રાજવી પરિવારના મહારાજા રાજ સિંહ સાથે પ્રેમમાં હતા. પરંતુ કારણોસર તેમનું મિલન ન થઈ શક્યું. કહેવાય છે કે લતા મંગેશકરની આ લવસ્ટોરી ક્યારેય પૂરી થઈ શકી નહીં. કદાચ તેથી જ લતાજીએ આજ સુધી લગ્ન કર્યા નથી. રાજ સિંહ પણ લતાજી કરતા 6 વર્ષ મોટા હતા. રાજ પ્રેમથી લતાજીને મિટ્ટુ કહેતા હતા. તેમના ખિસ્સામાં હંમેશા લતાજીના પસંદ કરેલા ગીતો ધરાવતું ટેપ રેકોર્ડર રહેતું.. તેઓ મહારાજા લતાજીના ભાઈ હૃદયનાથ મંગેશકરના મિત્ર પણ હતા. એવું કહેવાય છે કે રાજ સિંહે તેના માતા-પિતાને વચન આપ્યું હતું કે તેઓ સામાન્ય ઘરની કોઈ છોકરીને તેમના ઘરની વહુ નહીં બનાવે. રાજે મૃત્યુ સુધી આ વચન પાળ્યું.
પિતાની સામે ક્યારે ગાઈ શક્યાં નહીં
લતાજીના જીવનમાં પણ ઘણી સમસ્યાઓ હતી. તેમના પિતાની અવસાન બાદ તેમના પર ઘરની જવાબદારીઓ હતી. અને ઘરની જ જવાબદારીઓ નિભાવવામાં તેમણે લગ્ન ન કર્યા હતા. પિતાજી જીવતા હોત તો કદાચ હું સિંગર ના હોત…’ આવું માનનારાં મહાન ગાયિકા લતા મંગેશકર ઘણા સમય સુધી પિતા સામે ગાવાની હિંમત ના કરી શક્યાં. ત્યાર બાદ પરિવારને સંભાળવા માટે એટલું ગાયું કે 1974થી 1991 સુધી સૌથી વધારે સોંગ્સ ગાવાનો ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો.
અનેક પુરસ્કારોથી સન્માનિત
લતા મંગેશકરે 36 ભારતીય ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. લતા મંગેશકરે એકલા હિન્દી ભાષામાં 1,000 થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તેમને 1989માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 2001માં લતા મંગેશકરને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ આપવામાં આવ્યો હતો.