આણંદ : ખંભાતના ગોલાણા ગામે રહેતા ખેડૂતના જ કુટુંબીજનોએ બોગસ સહીઓ કરી બોગસ દસ્તાવેજો થકી અડધા કરોડની કિંમતની જમીન પચાવી પાડવાનો કિસ્સો બહાર આવ્યો છે. ગોલાણા ખાતે રહેતા હરિસંગ ઉર્ફે હરૂભાઈ હાલુભાઈ પરમાર ખેતીકામ કરે છે. 2017માં હરિસંગના પુત્ર રાયસંગે તપાસ કરતાં તેમની જમીન બળવંતસિંહ હાલુભાઈ પરમારએ પુત્રી પ્રકાશબા બળવંતસંગ પરમારના નામે કરી દીધી છે. જેથી સબ રજીસ્ટ્રાર ઓફિસમાં તપાસ કરતાં રેકર્ડ કઢાવતા 22મી જુલાઇ,16ના રોજ હરિસંગના કુલમુખત્યાર સાવકા ભાઇ બળવંતસંગ પરમારએ પુત્રી પ્રકાશબાને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. તેમાં સાક્ષી તરીકે કિરીટસિંહ બળવંતસંગ પરમાર, મુકેશ ઘનશ્યામભાઈ વાળંદે સહી કરી હતી. તેમાં સામેલ જનરલ પાવર ઓફ એટર્ની જોતા 25મી જૂન, 2016ના રોજ નોટરી વકીલ વસંતકુમાર એમ. ઠાકોરની રૂબરૂમાં નોટરી કરી હતી. તેમાં પાવર આપનારા તરીકે હરિસંગનું નામ લખવામાં આવ્યું હતું. જેમાં બોગસ સહી કરવામાં આવી હતી. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે બળવંત પરમાર, કીરીટસિંહ બળવંત પરમાર, કમલેશ જયંતિલાલ ઠાકર અને પ્રકાશબા બળવંત પરમાર (રહે. ગોલાણા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સાવકા ભાઈએ જ બોગસ દસ્તાવેજ કરી જમીન પુત્રીના નામે કરી દીધી
By
Posted on