મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે જમીન સંપાદનમાં વળતર મેળવવા માટે ખેડૂતોને થતી હેરાનગતિ

વડોદરા : મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદનમાં વળતર મેળવવામાં તંત્ર દ્વારા ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે માનસિક હેરાનગતિ કરવામાં આવતાં વડોદરા જીલ્લાના સોખડા ખુર્દ ગામના ખેડૂતોએ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.  મુંબઈ વડોદરા એક્સપ્રેસવેમાં જમીન સંપાદન મામલે પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામના ખેડૂતો જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.અને તેઓને જમીન સંપાદન કચેરી દ્વારા વળતર આપવામાં ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાની રજુઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું.ખેડૂતોનું કહેવું છે કે વળતર બાબતે હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.છતાં પણ જમીન સંપાદન કચેરીના અધિકારીઓ દ્વારા વારંવાર ધક્કા ખવડાવી માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે.સાથે અન્ય પાંચ ખેડૂતોને વળતર મળી ગયું છે.તો કયા કારણોસર બાકીના ખેડૂતોને વળતર ચુકવવામાં આવતું નથી.આ બાબતને લઈને વડોદરા શહેરના કલેક્ટરને સોખડા ખુર્દ ગામના ખેડૂતોએ વકીલને સાથે રાખી વળતર ઝડપથી ચુકવવામાં આવે તેવી રજુઆત કરી હતી.ખેડૂતોએ જણાવ્યું હતું કે અમો અરજદારોને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ તા.18-08-2021 થી હુકમ કર્યા બાદ આશરે 5 માસ જેટલો સમય વિતી ગયા બાદ પણ વળતરની રકમની ચુકવણી કરવામાં આવેલ નથી..

અરજદારો વખતો વખત ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરીમાં જતા અવાર નવાર અમને અલગ અલગ જવાબો આપીને આખો દીવસ બેસાડી રાખવામાં આવે છે. અને અમો અરજદારો પૈકી મોટા ભાગના લોકો સીનીયર સીટીઝન છીએ.તેમ છંતા ધણી વખત અમો અરજદારોએ ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરીમાં ધક્કા ખાતા આવેલા છીએ.તથા તમામ દસ્તાવેજી પુરાવાઓ ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરીમાં માંગણી કરવામાં આવે છે.તે તમામ દસ્તાવેજી પુરાવા ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરીમાં આપેલા છે.તેમ છતા અમો અરજદારોને વારંવાર ધક્કા ખવડાવતા આવેલા છે.અને રોજ બરોજ અમો અરજદારોને નવાનવા કારણો તેમજ તારણો કાઢીને ગમે તેમ કરીને બહાના કરવામાં આવે છે. અરજદારોને હાલમાં માનસીક રીતે કંટાળીને હાલ આ આવેદન પત્ર આપીને અમારી સાથે કરવામાં આવતો વ્યવહાર ધ્યાને લાવી આવેદન પત્ર આપ્યા બાદ પણ હક્કના નાંણા લેવામાં આવા દિવસો જોવા પડે તો અરજદારોનેના છુટકે ના ઇલાજે કલેક્ટર કચેરીની બહાર અનસન કરવાનો વારો આવી શકે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Most Popular

To Top