કાયમપંથ જ્ઞાનસંપ્રદાયના સ્થાપક સર્વજ્ઞપરમ ગુરુ ભગવાન કરુણાસાગરનો 250મો પ્રાગટય મહોત્સવ

કાયમપંથ જ્ઞાન સંપ્રદાયના આદ્યસ્થાપક સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર ગુજરાત રાજયના ખેડા જીલ્લાના આણંદ તાલુકાના સારસા ગામથી દસેક માઇલ દૂર કાસોર ગામની વનખંડીમાં તળાવની પાસે અદ્દભૂત સંજોગોમાં માતા હેતબાને બાળ સ્વરૂપે મહાસુદ-2 સંવત 1829 (ઇ.સ.1773)ના દિને પ્રગટ થઇને મળ્યા(ગર્ભયોનિમાં આવ્યા સિવાય). ભગવાન કરુણાસાગરના પ્રાગટ્ય પહેલા અવતારી ઇષ્ટદેવોને ઇષ્ટ દેવ તરીકે સ્થાપીને બ્રહ્માંડના કર્તા (સર્જનહાર) તરીકે મનાવવામાં આવતા સાચા સર્જનહાર કૈવલકર્તાને ભૂલી જવાયા હતા. નાશવંત દેહધારી ઇષ્ટદેવોના ગુણગાન ગવડાવી જગત અજ્ઞાની લોકોને નિજપતિ સકર્તા કૈવલ અજાણ રાખ્યા હતા.

જયારે આ જગતમાં કશું જ નહોતું. ત્યારે આદિ અનાદિ, પુરુષ તરીકે આધ્ય મધ્ય અને અંતથી રહિત તેઓ પોતે એક અદ્વૈતસ્વરૂપે હોઇ મહદ શુન્ય શિખરની મધ્યમાં અવિગત ગાદી ઉપર બિરાજમાન હોય. પોતાની સહજ અંતરવૃત્તિની ઉપજણ દ્વારા શુદ્ધ સંકલ્પ દ્વારા ચરાચર વસ્તુઓથી ભરેલ આ અનંત બ્રહ્માંડ પોતે જ ઉત્પન્ન કર્યો (પંચમ શ્વસમવેદમાં જોવું)વિશ્વના સર્જનહાર સકર્તા સતકૈવલ અવ્યક્ત અને અવિનાશી હોઇ, ચૌદ લોકના મૂળ કારણરૂપે કળી ન શકાય તેવા અવ્યક્ત રૂપે રહેલા છે. એથી આખુ જગત આજ દિન સુધી જાણી કે ઓળખી શકેલું નથી એ કારણ ને લીધે જ જગતના આગવા ગણાતા મહાપુરુષોએ પૃથ્વી, જળ,અગ્નિ,વાયુ અને આકાશ આ પંચતત્વથી મઢાયેલા શરીરધારી ઇશ્વરોને વિશ્વના સાચા સર્જનહાર છે, એમ લખી ગયા છે. પરમગુરુ શ્રી ભગવાન કરુણાસાગર વિશ્વના મુમુક્ષુ માનવોને ચૈતન્ય લક્ષબોધ આપતા જણાવે છે કે, કીડી મહુર થી લઇ બ્રહ્માદિક સુધીના ઘાટો સર્વ જન્મ મરણવાલા હોય ચૈતન્ય પક્ષે કોઇપણ ઘાટ અધિક નથી, ચૈતન્ય વિના કોઇ ઘાટ આપોઆપ ચલિત થતો નથી.ભગવાન કરુણાસાગર કહે છે કે…

હે માનવ! મોટી વિભૂતિવાળા મહાપુરુષોના ઘાટમાં જે ચેતન છે એ જ ચેતન તારા ઘાટમાં પણ સરખું જ છે છતાં તું માયાના ઠાઠવાળા ઘાટને જુઓ છે. આમ થવાનું કારણ તારી પોતાની ભ્રાન્તિ છે.આ ભ્રાન્તિ છોડી જયાં સુધી પોતાના ચૈતન સ્વરૂપને જાણવામાં ન આવે ત્યાં સુધી થઇ ગયેલા મહાપુરુષોની શરમ છૂટશે નહિ. જે ચૈતન તારા ઘાટમાં છે, તે ચૈતન કૈવલકર્તાનો સજાતિ અંશે છે. એ જ તારું નિજ સ્વરૂપ છે. એ જ નિજ સ્વરૂપ તું ઓળખશે ત્યારે સજાતિ કર્તા કૈવલનો સાક્ષાત્કાર કરી શકશે અને જીવનના બંધનમાંથી મુકત થશે. કૈવલકર્તાનું કૈવલ પદ આધ્ય અને અનાદિનું છે. જેનો લક્ષ જાણ-પરમગુરુ ભગવાન કરુણાસાગર ચૌદે લોકમાં પ્રગટ થઇ મુમુક્ષુ માનવોને ઉપદેશ આપેલ છે. હે પરમ પદના અધિકારી અંશ!કદાચ મને પરમગુરુ કહે કે આ નિજ ચૈતન્ય સ્વરૂપનો લક્ષ કયાંથી લાવ્યા? તો આ ઉત્તર માટે પરમાગુરુ ભગવાન કરુણાસાગર કહે છે કે… જે પરમ જાણને જણાવવાવાળો જે લક્ષ છે તે સકર્તા સતકૈવલ પાસેથી લાવ્યો છું. હે સંત તને ધન્ય છે કે મારું શરણ તને પ્રાપ્ત થયું.

પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગર કહે છે કે હે અંશ!
તારા શરીરમાં રહેલા પાંચ દેહ પૈકી ચારો દેહ છૂટીને પર કારણ દેહમાં તારી સરુતને સંમલિત ન થાય ત્યાં સુધી ભવનું બંધન છૂટશે નહિ. જે પરમ ગુરુના ચૈતન્ય જ્ઞાન વિના શકય જ નથી. આ ચૈતન્ય લક્ષનું જ્ઞાન આપવા પોતે અવ્યક્ત દેહ ધારણ કરી જગતમાં પધાર્યા જેનો 250મો પ્રાગટ્ય મહોત્સવ તા.2-2-2022ના ઉમરામાં ઉજવાશે તો દરેક ભક્તજનોએ લાભ લેવા વિનંતી છે.         -જીવન હાંસોટીયા

Most Popular

To Top