કિશન ભરવાડ મર્ડર મુદ્દે યુથ કોંગ્રેસ પ્રમુખનું નિવેદન: ચૂંટણી ટાણે જ આવી ઘટનાઓ કેમ બને છે?

રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લામાં યુથ કોંગ્રેસની (Youth Congress) કારોબારી બેઠક રાજપીપલાના સરદાર ટાઉન હોલમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં મળી હતી.આ કારોબારીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી મહંમદ શાહિદ, નાંદોદ નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા સહિત મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

  • છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે પણ જયારે જયારે ચૂંટણીઓ આવે છે ત્યારે જ કેમ આવી ઘટનાઓ બને છે
  • સરકારનું તંત્ર વિફળ જાય અને જ્યારે બદમાશોને સરકારનો ડર ના હોય ત્યારે કિશન ભરવાડ હત્યાકાંડ જેવી ઘટનાઓ બનતી હોય છે: વિશ્વનાથસિંહ વાઘેલા

ગુજરાત પ્રદેશ યુથ પ્રમુખ વિશ્વજીતસિંહ વાઘેલાએ કિશન ભરવાડની હત્યા (Kishan Bharvad Murder) મામલે જણાવ્યું હતું કે મૃતકના પરિવારને અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. બાકીના આરોપી નહીં પકડાય તો કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ તેઓની સાથે રહી જરૂર પડશે તો આંદોલન પણ કરશે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે પણ જયારે જયારે ચૂંટણીઓ આવે છે ત્યારે જ કેમ આવી ઘટનાઓ બને છે. ચૂંટણી ટાણે જ આવું સદભાવના ડોહળાવવાનું કામ કેમ બને છે?? ચૂંટણી આવે ત્યારે કામના આધારે મત નહિ મળે એટલે બે સમાજને લડાવીને મતોનું ધ્રુવિકરણ હંમેશા ભાજપ કરતું આવ્યું છે. સરકારનું તંત્ર વિફળ જાય અને જ્યારે બદમાશોને સરકારનો ડર ના હોય ત્યારે આવી ઘટના બનતી હોય છે.

Most Popular

To Top