ધંધુકા: ધંધુકામાં (Dhandhuka) કિશન ભરવાડ (Kishan Bharwad) હત્યા કેસમાં (Murder case) પાકિસ્તાન (Pakistan) કનેક્શન સામે આવ્યું છે. આ માત્ર એક હત્યા જ નહીં પણ રાજ્યમાં કટ્ટરતા ફેલાવવાનું ખૂબ મોટું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવતા હવે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ (crime branch) પણ તપાસમાં જોડાઈ ગઈ છે. તપાસમાં તહેરીક એ નમુને રિસાસત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન પહેલાં તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું અને તેના કનેક્શન પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીકે લબ્બેક સાથે છે. તો બીજી તરફ આ કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટની વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જ ધંધુકાની મસ્જિદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂક્યા બાદ ધમકીઓ મળી રહી હતી
કિશન દ્વારા મુકવામાં આવેલી પોસ્ટ બાદ તેને રોજ મારી નાખવાની ધમકીઓ મળતી હતી. આ હત્યા કેસના આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા કિશનને સબક શીખવાડ માટે રોજ ધંધુકાથી અમદાવાદ જમાલપુર મૌલવીને મળવા જતો હતો. સોશિયલ મીડિયામાં મુકવામાં આવેલી પોસ્ટ પર સમાધાન કરવામાં આવ્યું હતું જોકે પોલીસની કાર્યવાહી બાદ પણ કિશનને ધમકીઓ મળતી હોવાનું સામે આવ્યું હતું. જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા તેના પરિજનો તેને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપતા હતા તેથી ઘરની બહાર દેખાતો ન હતો. આરોપી શબ્બીરે રેકી કરી હોવાનું પણ સામે આવ્યું છે.
હત્યા કેસમાં વધુ એક મૌલવીની સંડોવણી
આ હત્યાનો આક્રોશના પગલે હિન્દુ સંગઠન બંધનું એલાન કર્યું છે. એક તરફ ધંધુકામાં અજપા ફરી શાંતિ પ્રસરી અને હિન્દૂ સંગઠનનો ઉગ્ર આંદોલન વચ્ચે તપાસ કરી રહેલી પોલીસ CCTV ફૂટેજની તપાસમાં પલ્સર બાઇક પર મૃતક કિશનની રેકી કરતા બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ મૌલાની પણ ધરપકડ કરવામાં આવી છે. અનેે જાણવા મળ્યું છે કે તે કટ્ટરવાદી ભાષણ આપી લોકોને ભડકાવતો હતો. આ હત્યા કેસમાં મુંબઈના મૌલવી કમરનું નામ પણ ખુલ્યું છે. કમર સહિત અન્ય લોકોની પણ આ કેસમાં સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે મૌલાને શોધના માટે અલગ અલગ ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તેમજ આ દિશામાં તપાસ કરી છે કે મૌલાના ઐયુબને હથિયાર ક્યાંથી મળ્યા અને તેણે હથિયારનો વ્યવહાર કઈ રીતે કર્યો. સાથે એ પણ તાપસ કરવામાં આવી રહી છે કે હથિયાર મસ્જિદમાં ક્યાંથી અને કેવી આવ્યાં.
અમદાવાદની ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત ATS હત્યાનો ભેદ ઉકેલશે
આ કેસમાં પાકિસ્તાન સાથેના કનેક્શન દેખાતાં અમદાવાદની ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત ATS પણ જોડઈ હતી. આ કેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની 7 ટીમો પણ સામેલ થઈ છે.ઈસ્લામિક સંગઠન સાથે મળીને યુવાનોને ભડકાવવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. પાકિસ્તાનના 3થી 4 સંગઠનના નામ હાલમાં સામે આવ્યાં છે. આજે ગ્રામ્ય પોલીસ જમાલપુરના મૌલવીને કોર્ટમાં રજુ કરશે અને 14 દિવસના રીમાન્ડની માંગ કરશે.