સુરત : (Surat) આંતરરાષ્ટ્રીય સ્તરની મેચો (International Cricket Match) રમાડવાની લાલચ આપીને હિમાચલની (Himachal) મહિલા ક્રિકેટરે (Women Cricketer) સંખ્યાબંધ યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવવાનો કિસ્સો ઇકોનોમી સેલમાં (Economy Cell) રજીસ્ટર્ડ થયો છે. તેમાં હાલમાં એક યુવાનને રણજી ટ્રોફી (Ranji Trophy) ઉપરાંત અન્ય મેચો રમાડવાની લાલચ આપ્યા પછી 27 લાખની રકમ પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મહિલા ક્રિકેટર અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની સામે સુરત ઇકોનોમી સેલ દ્વારા તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
- આંતરરાષ્ટ્રીય મેચ રમાડવાના બહાને લૂંટવાના કૌભાંડનો પર્દાફાશ, સુરત પોલીસને મળી મોટી સફળતા
- હિમાચલની મહિલા ક્રિકેટરની સંડોવણી બહાર આવી, યુવતીની પૂછપરછ શરૂ કરાઈ
- ઈકોનોમી સેલ દ્વારા તપાસ શરૂ કરાઈ, નવસારીના યુવાનને નાગાલેન્ડ તરફથી રણજી રમાડ્યા બાદ આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમાડતા ખુલાસો થયો
રણજી ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય સ્તરની મેચોમાં રમાડવાની લાલચ આપીને હિમાચલ કાંગડાની સ્વપના રંધાવા નામની ક્રિકટરે નવસારી-ઉધનાના યુવાન સાથે છેતરપિંડી (Cheating) કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ઉપરાંત ગુજરાતના અન્ય યુવાનો સાથે આ મહિલા ક્રિકેટર અને તેની સાથે સંકળાયેલા અન્ય 3 કરતા વધારે શખ્સોએ લાખો રૂપિયા પડાવ્યા હોવાની આશંકા ઇકોનોમી સેલ દ્વારા વ્યકત કરવામાં આવી છે. હાલમાં હિમાચલ પ્રદેશના કાંગડાથી આ યુવતીને લઇ આવીને ઇકોનોમી સેલ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી છે. તેમાં નવસારીના યુવાનને મહેસાણા ખાતે નાગાલેન્ડ (Nagaland) રાજ્ય તરફથી આ મહિલા ક્રિકેટરે સેટીંગ કરીને એક રણજી મેચ રમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. ત્યારબાદ અન્ય મેચોમાં સેટીંગ નહી કરતા આ યુવાન દ્વારા સુરત પોલીસને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઇકોનોમી સેલે જણાવ્યું કે આ મામલે સંખ્યાબંધ યુવાનોને આંતરરાષ્ટ્રીય મેચ રમવાની લાલચ આપી હોવાની આશંકા છે.
નવસારીના ક્રિકેટરને આ રીતે જાળમાં ફસાવ્યો હતો
નવસારીનો ક્રિકેટર ભાવિક પટેલ વર્ષ 2018માં હિમાચલ ક્રિકેટ રમવા ગયો હતો ત્યારે ત્યાં તેની રામ ચૌહાણ નામના એક ક્રિકેટર સાથે ઓળખાઈ થઈ હતી. રામ ચૌહાણે ભાવિક પટેલની હિમાચલ પ્રદેશની રણજી પ્લેયર સપના રંધાવા સાથે ઓળખાણ કરાવી હતી. ત્યાર બાદ મહિલા ક્રિકેટર રંધાવાએ ભાવિકની વિશાલ નામના વ્યક્તિ સાથે ઓળખાણ કરાવી હતી. ક્રિકેટર ભાવિક પટેલ પાસે સપનાએ 27 લાખ લઈ તેને 6 રણજી ટ્રોફી મેચ રમાડવાની વાત કરી વર્ષ 2018માં નાગાલેન્ડમાં એક રણજી રમાડી પછી કોઈ મેચ રમાડી ન હતી. રૂપિયાની માંગ કરવા છતાં ન આપતા ક્રાઇમબ્રાંચમાં ભાવિક પટેલે સપના રંધાવા વિરૂધ્ધ ફરિયાદ આપી હતી. જેના આધારે ઈકોસેલે સપનાની ધરપકડ કરી હતી.