સુરત: (Surat) શહેરમાં વારંવાર સ્પાની (Spa) આડમાં ચાલતા કૂટણખાનાઓ (Brothel) પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે વધુ એક સ્પામાં ગેરકાયદે પ્રવૃતિનો પર્દાફાશ થયો છે. વેસુમાં સોમેશ્વર ચાર રસ્તા પાસે આર વન સ્પામાં રેઈડ (Raid) કરી પોલીસે થાઈલેન્ડની 6 યુવતીઓ, સ્પા સંચાલક અને ત્રણ ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્પાના માલીક અને વિદેશી મહિલા સપ્લાય કરનારને વોન્ટેડ (Wanted) જાહેર કરી વધારે તપાસ હાથ ધરી છે.
- વેસુ આર-વન સ્પા માં રેઇડ કરી 6 વિદેશી યુવતીઓ સહિત 10 લોકોની ઝડપાયા
- થાઇલેન્ડની 6 યુવતી ટુરીસ્ટ વિઝા પર આવીને દેહ વેપાર કરતી હતી
- મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચના વેસુનાં સ્પા માં દરોડા, 3 ગ્રાહક અને એક મેનેજરની પોલીસે ધરપકડ કરી
શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પાની આડમાં દેહવેપારના ધંધા ચાલી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. શહેરમા આ રીતે ચાલી રહેલા સ્પાના નામે દેહવ્યાપારના ધંધો કરનારાઓને શોધી કાઢવા મીસીંગ સેલના અને ક્રાઈમ બ્રાંચની ટીમ સતત કાર્યરત છે. દરમિયાન વેસુ સોમેશ્વર ચાર રસ્તા પાસે આવેલા એસ.એન.એસ.પ્લેટીના કોમ્પ્લેક્ષના પાંચમા માળે આવેલી દુકાન નં. ૮૩ – એ ઓફિસ નં. ૫૦૪ ના ‘R – 1 સ્પા મસાજ પાર્લર ‘ નામની દુકાનમાં વિદેશી યુવતીઓ બોલાવી દેહવેપારનો ધંધો ચાલી રહ્યાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરતા સ્પા સંચાલક પ્રવિણ માનસીંગભાઇ મછાર (ઉ.વ.22 રહે .૫૦૪ , SNS પ્લેટીના રીલાઇસ માર્કેટ ની બાજુમા વેસુ તથા મુળ અમદાવાદ) તથા ગ્રાહક સુરેશભાઇ લાલજીભાઇ ભાલીયા (ઉ.વ.35, ધંધો વેપાર રહે. અ -૧૦૦૨ , હેત્વી હાઇટ્સ લજામણી સર્કલ મોટા વરાછા), જોજો થોમસ જાતે કન્નપીલ્લી (ઉ.વ.35 ધંધો. નોકરી રહે, બ્લોક નં . ૧૧૩૧ એચ ટાવર સંતોષ સોસાયટી અલથાણ) અને શોભી અબ્રામ જાતે પંચીકોઇલ (ઉ.વ.38 ધંધો. વેપાર રહે, મકાન. ૭૦૪ બીલ્ડી.નં . એચ -૧ શીવમ ટાવર પાસે પ્રમુખ પાર્ક સોસાયટી પાંડેસરા) ને ઝડપી પાડ્યો હતો.
સ્પાના માલીક દિપકકુમાર ઉર્ફે નિમિતભાઈ રવજીભાઈ પટેલ તથા વિદેશી મહિલા મોકલનાર નમાઇ ઉર્ફે સ્માઇલી ચીમખોનબુરીને વોન્ટેડ જાહેર કર્યા હતા. સ્પામાંથી રોકડ 34400 રૂપિયા, 5 મોબાઈલ ફોન, એક સ્વાઈપ કાર્ડ મશીન મળી કુલ 1.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલી 6 વિદેશી મહિલાઓ થાઈલેન્ડની હોવાની તથા ટુરીસ્ટ વિઝા ઉપર સુરત આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તમામ યુવતી ઓને તેમના દેશ મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે.