નાગરવાડા નવીધરતી પાસેથી વરઘોડો નીકળ્યો : માત્ર પાંચને દંડ ફટકારાયો

વડોદરા: વડોદરા શહેરના નાગરવાડા વિસ્તાર સ્થિત નવીધરતી રોડ પર ડીજે સિસ્ટમ સાથે લગ્નનો વરઘોડો નીકળવાની સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના લોકો નાચતા જોવા મળતા કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. કોરોનાની ત્રીજી લહેરમાં દિવસે-દિવસે કેસોમાં થઇ રહેલા વધારાના પગલે સરકાર દ્વારા સમયાંતરે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી રહી છે.જેના પગલે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે.બે દિવસ અગાઉ પણ વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે,વડોદરા શહેરમાં ચાલી રહેલી લગ્નસરાની મોસમમાં સરકારની ગાઇડલાઇન સાથે પોલીસ કમિશનરના જાહેરનામાના ધજાગરા ઉડી રહ્યા છે. ગતમોડી રાત્રે શહેરના નાગરવાડા વિસ્તાર સ્થિત નવીધરતી રોડ પર ડીજે સિસ્ટમ સાથે નીકળેલા લગ્નના નીકળેલા વરઘોડાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

જેમાં લગ્નના વરઘોડામાં કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.વડોદરામાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે.પરિણામે તંત્ર સતર્ક બનવાની સાથે જરૂરી નિર્ણયો લઇ રહ્યું છે. શુક્રવારે તંત્ર દ્વારા શુક્રવારી બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.જોકે બીજી તરફ શાકમાર્કેટ, મોલ,ચાર દરવાજા વિસ્તાર અને મંગળ બજાર સહિતના બજારોમાં કોવિડ ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન નજરે ન પડતા શુક્રવારી બજારના વેપારીઓએ એક તરફી નિર્ણય ગણાવતા વિવાદ પણ સર્જાયો હતો. કોરોનાની ગાઇડલાઇનના અમલીકરણમાં તંત્રની બેધારી નીતિ સામે લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે.મોડી રાત્રે શહેરના નાગરવાડા વિસ્તાર સ્થિત નવીધરતી રોડ પર ડીજે સિસ્ટમ સાથે વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયાઓ જોડાયા હતા.

આ વરઘોડાના વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.મોડી રાત્રે શહેરના નાગરવાડા વિસ્તાર સ્થિત નવીધરતી રોડ પર ડીજે સિસ્ટમ સાથે નીકળેલો વરઘોડો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે ચર્ચાનો પણ વિષય બન્યો હતો.વરઘોડામાં જાનૈયાઓ ઓર્કેસ્ટ્રાની ધૂનો પર કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી ઝૂમતા નજરે ચડ્યા હતા.જેમાં મોટાભાગના લોકો માસ્ક વગરના હતા.અને સોશિયલ ડિસ્ટન્સના તો ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનિય બાબત એ છે કે, વડોદરા શહેરમાં લગ્નની મોસમ સોળે કળાએ ખીલી છે.સરકાર દ્વારા કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઇ 150 લોકોની લગ્ન પ્રસંગમાં છૂટ આપવામાં આવી છે.

પરંતુ,આ ગાઇડલાઇન માત્ર સરકારી કાગળો પુરતી સીમિત હોય તેમ સ્પષ્ટ જણાઇ રહ્યું છે. મોટાભાગના લગ્ન પ્રસંગોમાં લોકો મનફાવે તેટલા લોકોને આમંત્રણ આપી રહ્યા છે.અને લોકો પણ કોરોનાના ડર વગર મન મૂકીને લગ્ન પ્રસંગો મ્હાલી રહ્યા છે. સ્થાનિક મહિલા નગરસેવીકાનું સ્થાનિક પોલીસ પર દબાણ હોવાથી કારેલીબાગ પોલીસે પણ ડીજે સિસ્ટમ સાથે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરતા વરઘોડા સામે આંખ મીચામણાં કર્યા હોવાની ચર્ચા વિસ્તારમાં વ્યાપક બની હતી સરકારની ગાઇડ લાઇન અને પોલીસ કમિશનરના જાહેરનામાના ધજાગરા ઉડાડનાર વરઘોડાના અંગે  પોલીસને જાણ થતા પીએસઆઇ સાથે ઘટનાસ્થળે ધસી ગયેલા સ્ટાફને માત્ર 5 ઈસમો માસ્ક વિના મળતા  દંડ ફટકારી કાનૂની કાર્યવાહી કરી હોવાનો સંતોષ માન્યો હતો. કારેલીબાગ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ એન એચ બ્રહ્મભટ્ટે જણાવેલ કે અમોને જાણ થતાં જ અમે કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top