વસુધૈવ કુટુંબકમ!

આસામના સિલચર જિલ્લામાં નાતાલની ઉજવણી દરમિયાન કેટલાક જમણેરી કટ્ટરપંથીઓએ ઘુસી જઇને ઉત્પાત મચાવ્યો અને હિન્દુઓએ નાતાલની ઉજવણી દરમિયાન ટાળવી જોઈએ એવો આગ્રહ વ્યક્ત કરતા તેની સખેદ નોંધ લેવાઈ છે. નિર્દેશ એવા મળે છે કે આ કટ્ટરપંથીઓ હિંદુત્વના આગ્રહી હોઈ શકે. અખબારોએ અહેવાલને જાજી પ્રસિદ્ધિ આપી નથી. છતાં આ ઘટના હિન્દુત્વ વિશે ઘણું કહી જાય છે. વસુધૈવ કુટુંબકમ સૂત્ર હિન્દુઓની દેણ છે અને અને આ સૂત્ર ચરિતાર્થ કરવાની જવાબદારી ભગવાને હિન્દુઓને સોંપી છે શાંતિ અને પ્રેમનો સંદેશો ફેલાવવાની કામગીરી કરતા ધર્મો પોતાના અનુયાયીઓ વધારવા બન્ને સિદ્ધાંતોનો ભોગ લઈ લોભ-લાલચ હિંસા જુલમ આચરે સામૂહિક નિકંદન કાઢે પણ હિન્દુઓએ તો તમામ ધર્મોને મસ્તક પર લઈને ચાલવાનું જરૂરી છે કારણ કે તેમના સિદ્ધાંતમાં તમામ સાથે ભાઈચારો રાખવાની વાત છે.

બીજા બધાનું ગણિત એમ કે છે આપણી માન્યતા સાથે  સહમત હોય તે જ આપણા ભાઈ અને એવું પણ જરૂરી નથી. ધર્મના નામે સદીઓ સુધી અમાનુષી યુદ્ધ કોની વચ્ચે થયેલા તે પૂછવાની મનાઇ છે. ટીકાકારોના મતે ગાંધીજી સવાયા મુસ્લિમ હતા પણ તેમણે મુસ્લિમ બનેલા પોતાના દીકરા હરિલાલને હિન્દુ ધર્મમાં ફરી લાવવા માટે અંદરખાનેથી ખૂબ જહેમત લીધી હતી. તેમને મન સ્વધર્મમાં જીવવું અને  મરવું મહત્વના હતા અને તેથી તેઓ ગોળી ખાઈને પડ્યા ક્યારે ત્યારે હે રામ  બોલ્યા હતા.કોઈને કોઈ પણ ધર્મ પાળવો કે ન પાળવો તેની છુટ છે. ભગવાન છે કે નહીં તે અલગ પ્રશ્ન છે પણ ધર્મ માનવીનો ભગવાન સાથે સંબંધ જોડવામાં મહત્વની કામગીરી કરતો હોવાથી લોભ-લાલચ કે હિંસા જેવા પરિબળોની મદદથી ધર્મ બદલવા તૈયાર ન થાય તે વિચારશીલ મનુષ્યની નિશાની છે.
સુરત     – સુનીલ રા.બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top