નવી દિલ્હી: આજે દેશની આઝાદીના લડવૈયા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (Subhash Chandra Bose) 125મી જન્મજયંતી પર આખો દેશ તેમને નમન કરી રહ્યો છે ત્યારે બંગાળમાં (Bengal) આજના દિવસે પણ રાજનીતિક હિંસાનો ખેલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ (BJP) અને ટીએમસીના (TMC) કાર્યકરો વચ્ચે અવાર નવાર અથડામણના દ્રશ્યો સામે આવે છે ત્યારે આજે ભાજપ સાંસદ અર્જુન સિંહ (Arjun Singh) ની રેલીમાં પણ આવી જ ઘટના બની હતી. જેમાં સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસના જવાનોએ ફાયરિંગ (firing) કર્યુ હતુ. બેરકપુરના ભાટપારામાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે બીજેપી સાંસદ અર્જુન સિંહના સુરક્ષાકર્મીઓએ હવામાં ગોળીબાર કરવો પડ્યો. વાસ્તવમાં, નેતાજીની 125મી જન્મજયંતિ પર નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવા માટે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી.
પશ્ચિમ બંગાળના બેરકપુરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર રવિવારે TMC અને BJP વચ્ચે અથડામણ થઈ હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે બીજેપી સાંસદ અર્જુન સિંહના સુરક્ષાકર્મીઓએ હવામાં ગોળીબારી કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવા માટે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી.
TMC કાર્યકર્તાઓએ અર્જુન સિંહને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો-BJP
અર્જુન સિંહ ઘટનાસ્થળે પહોંચતા જ ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી સાથે મારામારી શરૂ થઈ ગઈ હતી. ભાજપનો આરોપ છે કે TMC કાર્યકર્તાઓએ અર્જુન સિંહને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો. આ પછી અર્જુન સિંહના સુરક્ષાકર્મીઓએ હવામાં અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો અને અર્જુન સિંહને સલામત સ્થળે લઈ ગયા. આ દરમિયાન પોલીસ પણ સ્થળ પર હાજર હતી.
સ્થિતિ ખરાબ થતા પોલીસે લાઠીચાર્જ કર્યો
પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. ભાજપનો આરોપ છે કે અર્જુન સિંહની કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. વિસ્તારમાં તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ટીએમસીનો આરોપ છે કે અર્જુન સિંહના સુરક્ષાકર્મીઓએ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, જે સત્ય નથી.
TMCના માણસોએ હુમલો કર્યો- BJP MP
બીજેપી સાંસદ અર્જુન સિંહે કહ્યું કે અમારા ધારાસભ્ય પવન સિંહ રવિવારે સવારે 10:30 વાગ્યે નેતાજીને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા,ત્યારે ટીએમસીના ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો, તેમના પર ગોળીઓ ચલાવી, ઇંટો પણ ફેંકી, અને જ્યારે હું ગયો ત્યારે તેઓએ મારા પર પણ હુમલો કર્યો. વધુમાં તેમણે કહ્યું કે પોલીસની સામે જ બધું થઈ રહ્યું હતું…મારી કારમાં તોડફોડ કરવામાં આવી હતી. પરિસ્થિતિને જોતા પોલીસ દ્વારા સૈનાને સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.