સુરત: (Surat) સુરત ના હજીરા પાસે આવેલ મોરા ગામ ખાતે ખાનગી જગ્યા પર શુક્રવારની નમાઝ (Namaz) પઢવા દરમ્યાન અસામાજીક તત્વો દ્વારા ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર (slogan Shouting) કરવામાં આવ્યા હતાં. નમાજ પઢવાની બાબતમાં થયેલી નિંદનીય ઘટનાના અનુસંધાન માં સુરત પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. સુરત કોંગ્રેસ માઇનોરિટી વિભાગ દ્વારા સુરત જિલ્લા કલેટર અને સુરત પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવ્યા અનુસાર સુરત જિલ્લા ના ચોર્યાસી તાલુકા ના હજીરા પાસે આવેલ મોરા ગામ નજીકમાં મસ્જિદ નહિ હોવાને લીધે તેમજ હાલ માં કોરોના ને કારણે જે ગાઈડ લાઈન ચાલી રહેલ છે તેને ધ્યાને રાખીને પ્રાઈવેટ જગ્યા માં વર્ષો થી નમાજ અદા કરવામાં આવે છે. તા. ૨૧/૧/૨૦૨૨ ને શુક્રવાર ના રોજ પણ નમાઝ અદા કરવામાં આવી રહી હતી. જેનો અસલ ગામવાસીઓ ને કોઈ વાંધો હતો નહિ પરંતુ કેટલાક અસામાજીક તત્વો કે જેઓ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરતા ગામમાં અશાંતિનો માહોલ ફેલાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં નમાઝ પઢવાની જગ્યા પર નમાઝ પઢવાના પાથરણા પર બુટ ચંપલ પહેરી ગેરકાયદેસર ઘૂસી જઈ નમાઝીઓ ને અહીંયા નમાજ પઢવી નહિ એમ કહી ડરાવવા ધમકાવવા ની કોશિશ કરવામાં આવી હતી. તેમજ ગામ, શહેર, રાજ્ય અને રાષ્ટ્ર ની સુલેહ શાંતિ ડહોળવાની કોશિશ કરવામાં આવી તેવો વિડિયો તેમજ ફોટા સોશિયલ મીડિયા માં પ્રસિદ્ધ થયા હતા. જેને કારણે શહેરની શાંતિ પ્રિય દરેક ધર્મ ની પ્રજા ખૂબજ દુઃખી થયેલ છે.
આવા ઉશ્કેરણી ફેલાવનારા અસામાજીક તત્વો ને ઓળખી તેમની વિરુદ્ધ માં કાયદેસર ની કાર્યવાહી કરવા સુરત શહેર કોંગ્રસના માઈનોરીટી ડિપાર્ટમેન્ટ તરફ થી સુરત શહેર જિલ્લાના કલેકટર અને પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.