સુરત : (Surat) અરજદારની હાજરી વગર જ આરટીઓના (RTO) આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર (Assistant Inspector) અને એજન્ટોની (Agent) મીલિભગતમાં 10 જેટલા ઓરીજનલ (Original) લાયસન્સ (License) ઇસ્યુ (Issue) કરી દેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં (Scam) આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભૂંડી રહી હતી અને તેઓએ ડેટા પુશ કરીને ઓરીજનલ લાયસન્સ ઇસ્યુ કરવા ડેટા (Data) મોકલી આપ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમ (Cyber Crime) પોલીસે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર સહિત ચારની સામે ગુનો નોંધ્યો હતો અને ત્રણ એજન્ટોની ધરપકડ (Arrest) કરી હતી. જ્યારે એઆરટીઓ (આસીસ્ટન્ટ આરટીઓ)ને કોવિડ પોઝિટિવ (Corona postive) આવતા તેઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.
- અરજદારની હાજરી વગર જ ઓરીજનલ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ આરટીઓ અધિકારી હાર્દિક અરવિંદભાઇ પટેલે અડાજણ પોલીસમાં કરી હતી
- 10 યુવકોને લાયસન્સ ઇસ્યુ કરવાના ગુનામાં આસિસ્ટન્ટ આરટીઓ ઈન્સ્પેક્ટર તથા આરટીઓ એજન્ટોની ભૂંડી ભૂમિકા
- પોલીસે આસિસ્ટન્ટ આરટીઓ ઈન્સ્પેક્ટર નિલેષ મેવાડા ઉપરાંત એજન્ટ સાહિલ વઢવાણીયા, ઈન્દ્રસિંહ ડોડિયા અને જશ પંચાલને પકડ્યા
પ્રાપ્ત વિગતો મુજબ પાલ ખાતે આવેલી આરટીઓ કચેરીમાં અરજદારની હાજરી વગર જ ઓરીજનલ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ આરટીઓ અધિકારી હાર્દિક અરવિંદભાઇ પટેલે અડાજણ પોલીસમાં કરી હતી. ત્યારબાદ આ ફરિયાદને અડાજણ પોલીસ પાસેથી આંચકીને સાયબર ક્રાઇમ પોલીસને આપવામાં આવી હતી. પોલીસે આ અંગે તપાસ કરીને એઆરટીઓ (આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર) નિલેષકુમાર ત્રીભોવનદાસ મેવાડા (રહે. નક્ષત્ર સોલિટર, પાલનપુર કેનાલ રોડ, અડાજણ) આ ઉપરાંત આરટીઓ એજન્ટ સાહિલ શાહનવાઝ વઢવાણીયા (રહે.એલબી પાર્ક સોસાયટી, પાંજરાપોળની સામે, ઘોડદોડ રોડ), ઇન્દ્રસિંહ ખુમાનસિંહ ડોડિયા (રહે.સમૃદ્ધિ બિલ્ડીંગ સિટીલાઇટ રોડ, સુરત) તેમજ જશ મેહુલ પંચાલ (રહે. રાજહંસ એપલ, કેનાલ રોડ, પાલનપુર ગામ, સુરત)ને પકડી પાડ્યા હતા.
આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર નિલેષ મેવાડા ડેટા પુશ કરીને અરજદારોને ટેસ્ટ ડ્રાઈવમાં પાસ કરતો હતો
આ ચારેયએ ભેગા થઇને આરટીઓમાં પાકા લાયસન્સ મેળવવા માટે આરટીઓની જરૂરી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વગર અને ટેસ્ટ આપ્યા વગર જ આરટીઓની ઓનલાઇન સિસ્ટમમાં ચેડા કરવામાં આવ્યા હતા. જેમાં એઆરટીઓ નિલેશ મેવાડાએ તમામ ડેટાને પુશ કરીને અરજદારો ટેસ્ટ ડ્રાઇવમાં પાસ થઇ ગયા છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આ 10 વ્યક્તિઓને ઓરીજનલ લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમે તમામની સામે ગુનો નોંધીને તેઓની ધરપકડ કરી હતી. બીજી તરફ આ ચારેય પૈકી એઆરટીઓ નિલેશ મેવાડાનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.
એક લાયસન્સ ઉપર 10 થી 15 હજાર વસૂલ કરવામાં આવતા હતા
એજન્ટો લોકો પાસેથી રૂા. 10 થી 15 હજાર લઇ લેતા હતા અને તેમાં આસીસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર સહિત અન્યનો ભાગ પાડીને રૂપિયા સરખા ભાગે વેચી દેવામાં આવતા હતા. ટેસ્ટ ટ્રેકમાં અરજદારની ગેરહાજરી વગર જ તેઓ હાજર હોવાનું દર્શાવીને ઓનલાઇન સિસ્ટમમાં ચેડા કરવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે આ ચારેયની ધરપકડ બતાવીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરશે તેવી વિગતો મળી છે.