યુએસ-કેનેડાની બોર્ડર પર માઈનસ 35 ડિગ્રીની ઠંડીમાં ગુજરાતી પટેલ પરિવારનું દર્દનાક મોત

કેનેડા: યુએસ-કેનેડા બોર્ડરથી (US-Canada Border) હચમચાવી દેનારા સમાચાર આવ્યા છે. ગેરકાયદે બોર્ડર ક્રોસ કરી યુએસમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહેલો એક ગુજરાતી પરિવાર (Gujarati Family) માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં મૃત્યુ (Death) પામ્યો છે. મૂળ ઉત્તર ગુજરાતનો આ પરિવાર હોવાની માહિતી મળી છે. ભારતના વિદેશમંત્રી એસ. જ્યશંકરે (Indian Foreign minister s. jayshankar) અમેરિકા (America) સાથેની કેનેડાની સરહદ પર 4 ભારતીયોના મોતની નોંધ લીધી છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે મૂળ ઉત્તર ગુજરાતના એક પટેલ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. મૃતકોમાં પતિ-પત્ની સાથે તેમના સંતાનોમાં 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો સામેલ છે.

  • ચારેયના મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા છે. આ તમામ બરફના તોફાનમાં થીજી જવાના લીધે મૃત્યુ પામ્યા છે
  • ભારતીયો ગેરકાયદે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા-યુએસમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં
  • કેટલાંક ભારતીયોની અટકાયત બાદ 4 કલાકની શોધખોળના અંતે 4 જણાના બોર્ડર પાસે મૃતદેહ મળ્યા
  • માનવતસ્કરીના ગુનામાં ફ્લોરિડાના એજન્ટ મી શાંદની ધરપકડ, ભારતના વિદેશમંત્રીએ ઘટનાની નોંધ લીધી

ચાર મૃતદેહ મળતા સ્થાનિક એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. એજન્સીઓએ ફ્લોરિડાના (Florida) વતની મી શાંદ નામના એક વ્યક્તિની આ કેસમાં ધરપકડ (Arrest) કરી છે. આ વ્યક્તિ એક માનવ તસ્કરી એજન્ટ હોવાનું કહેવાય છે. એજન્ટ કુલ 7 ભારતીયોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવા પ્રયાસ કર્યો હોવાની આશંકા છે. આ એજન્ટે ભારતીયો પાસે કેનેડામાં ઘુસવા માટે મોટી રકમ લઈ ગેરકાયદે સ્ટુડન્ટ વિઝા (Student visa) આપ્યા હોવાની માહિતી મળી છે. કેનેડા પોલીસ માનવ તસ્કરીના આ કેસમાં તપાસ કરી રહી છે.

લો એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે સત્તાવાર કહ્યું છે કે બે પેસેન્જર વાનમાં હતાં. તેઓ પાસે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો નહોતા. તે તમામ ભારતીય નાગરીકો હતા. એજન્ટ મી શાંદ વાન ચલાવી રહ્યો હતો. નોર્થ ડાકોટામાં બોર્ડર પેટ્રોલ સ્ટેશન પાસે પહોંચી મી શાંદ એજન્ટે બે પેસેન્જર ઉપરાંત અન્ય 5 પેસેન્જરને વાનમાં બેસાડવા પ્રયાસ કર્યો હતો. આ 5 ભારતીયો કેનેડિયન બોર્ડરની થોડે દૂર બરફમાં ચાલતા જઈ રહ્યાં હતા, ત્યારે એજન્ટ મી શાંદને પકડી લેવાયો હતો. આ તમામ ભારતીયો સતત 11 કલાક ચાલીને સરહદ પાર કરી ચૂક્યા હતા. પાંચેય જણાએ ગરમ કપડાં પહેર્યા હતા. આ તમામ ભારતીય નાગરિકો ગુજરાતીમાં વાત કરતા હતા.

દરમિયાન જે 4 જણાના મોત થયા છે તે અંગે એવી માહિતી આવી છે કે એમર્સનનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ બુધવારે ચાર મૃતદેહ મળ્યા હતા, જેમાં બે મૃતદેહ વયસ્કોના, એક બાળક અને એક બાળકી હતી. મૃતદેહ મળ્યા ત્યારે ત્યાં માઈનસ 35 ડિગ્રી તાપમાન હતું.

અમેરિકન અધિકારીઓએ સ્થાનિક મીડિયાને કહ્યા અનુસાર મૃતકો ભારતથી આવ્યા હતા અને કેનેડાથી અમેરિકાની સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. તમામના મોત ઠંડીના લીધે થયા છે. ચારેયના મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા છે. આ તમામ બરફના તોફાનમાં થીજી જવાના લીધે મૃત્યુ પામ્યા છે. મૃતદેહ મળ્યા તેના એક દિવસ પહેલાં યુએસ બોર્ડરના એજન્ટોએ કેટલાંક લોકોની અટકાયત કરી હતી. ત્યાર બાદ આ લોકોની શોધખોળ શરૂ કરાઈ હતી, જેમાં 4 કલાક બાદ મૃતદેહ મળ્યા હતા.

Most Popular

To Top