અંડર-19 વર્લ્ડકપ : આજે યુગાન્ડા સામેની મેચમાં ભારતીય ટીમ કોઇ ફેરફાર વિના ઉતરશે

કોરોનાના કારણે ટીમના કેટલાક અગત્યના ખેલાડીઓ ક્વોરેન્ટીન હોવા છતાં અંડર-19 વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશેલી ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે શનિવારે જ્યારે યુગાન્ડા સામે પોતાની અંતિમ ગ્રુપ મેચ રમવા મેદાને ઉતરશે ત્યારે તેની પાસે અંતિમ ઇલેવન પસંદ કરવા માટે માત્ર 12 ખેલાડીઓ જ હશે, કારણકે ટીમના આઇસોલેટ થયેલા છ સભ્યોમાંથી પાંચનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓ આવતીકાલની મેચ પણ રમી શકે તેમ નથી. છ ખેલાડીમાંથી માત્ર વાસુ વત્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે કેપ્ટન યશ ધૂલ, વાઇસ કેપ્ટન શેખ રશિદ, આરાધ્ય યાદવ સહિતના જેમના રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તેમાંથી પાંચના આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. એવા અહેવાલો પણ આવ્યા છે કે બીસીસીઆઇએ પાંચ ખેલાડીઓ ભારતથી મોકલવાની તૈયારી કરી છે. આવતીકાલની મેચમાં આયરલેન્ડ સામે રમેલી ટીમ જ ઉતરે તેવી પુરી સંભાવના છે.

Most Popular

To Top