નવી સિવિલ હોસ્પિટલને ઓર્ગન ડોનેટ માટે મંજૂરી મળી, સૌ પ્રથમ માંડવીની બ્રેઇનડેડ વૃદ્ધનું અંગદાન

સુરત : (Surat) દક્ષિણ ગુજરાતની (South Gujarat) સૌથી મોટી ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) હવે અંગદાન (Organ Donate) પણ કરી શકાશે. આ અંગે ગુજરાતના (Gujarat) સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (State Organ and Tissue Transplant Organization) સંસ્થાએ મંજૂરી આપી હતી અને બુધવારે સૌપ્રથમ માંડવીના બ્રેઇનડેડ વૃદ્ધનાં અંગોનું દાન પણ કરાયું હતું.

  • દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરતની નવી સિવિલ હોસ્પિટલને અંગદાનની મંજૂરી મળી એ ગૌરવની વાત
  • આગામી દિવસોમાં બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારની મંજુરીથી અન્યોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી અનેકને નવજીવન આપી શકાશે

આ અંગે મળતી માહિતી મુજબ સુરતની સિવિલ હોસ્પિટલ માટે આ ખૂબ જ મોટી સિદ્ધિ અને ખુશીની વાત કહી શકાય તેમ છે. કારણ કે, જે વ્યક્તિઓ બ્રેઇનડેડ જાહેર થાય છે તેમના શરીરનાં અંગોને ઝડપથી દાનમાં લઇને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી તેઓના જીવન બચાવી શકાશે. ગુજરાતની સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થાએ સુરતની સિવિલને પણ મંજૂરી આપતાં બુધવારે સૌપ્રથમ માંડવીના એક બ્રેઇન ડેડ વૃદ્ધના અંગોનું પ્રથમ દાન કરાયું છે.

પીડિતના પરિવારે માહિતી આપતાં કહ્યું હતું કે, વિશ્વમાં સૌથી મૂલ્યવાન દાન હોય તો એ છે અંગદાન. જેનાથી અનેક વ્યક્તિઓને નવું જીવન મળે છે. પીડિત પરિવાર પોતાનાં સ્વજનને જીવિત રાખી શકે છે. અમારા સ્વજનનું રોડ અકસ્માત બાદ સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થઈ ગયું હતું. ડોક્ટરોની સલાહ સૂચન બાદ પરિવારે એમનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. બસ લોકોમાં જાગૃતતા લાવવા દરેક ભારતીય આગળ આવવાની જરૂર છે. મૃતદેહ પહેલાનાં અંગોનું દાન અનેકને જીવન આપી શકે છે. એટલું જ નહીં, પણ આપણે આપણા સ્વજનને બીજાના શરીરમાં હયાત જોઈ શકીએ એના કરતાં મોટી ખુશી બીજી કોઈ ના હોઈ શકે.

મંજૂરી મળ્યાના 12 જ કલાકમાં પરિવાર ઓર્ગન ડોનેટ માટે તૈયાર પણ થઈ ગયો
આ પ્રસંગે સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજનાં ડીન ડો.ઋતંભરા મહેતાએ કહ્યું હતું કે, 12 કલાક પહેલાં જ મંજૂરી મળી અને એક પરિવાર ઓર્ગન ડોનેટ માટે તૈયાર થયો છે. હું તે પરિવારનો આભાર માનું છે અને બીજા અન્ય લોકોનો પણ આભાર માનું છે કે જેમણે અંગદાન કરીને લોકોના જીવ બચાવ્યા છે.

Most Popular

To Top