સુરત : (Surat) શહેરમાં હવે હાઇ એજ્યુકેશન (High education) ધરાવતા લોકોએ હવે સંમતિથી કોર્ટમાં (Court) છૂટાછેડા (Divorce) લઇ લેવાનો વિદેશી માર્ગ અપનાવ્યો છે. સંતાન ન હોય કે પછી એકબીજાની સાથે એડજસ્ટ થતું નહીં હોય તેવા અનેક કિસ્સામાં કોર્ટે છૂટાછેડાની અરજીને મંજૂર કરી છે. આવા જ એક કેસમાં કેનેડામાં (Canada) રહેતા યુવકે સુરતમાં રહેતી યુવતી સાથે વીડિયો કોન્ફરન્સમાં (Video conferencing) હાજરી આપીને છૂટાછેડાનો ઓર્ડર લીધો હોવાની ઘટના બની છે.
આ અંગે માહિતી આપતા વકીલ પ્રીતિ જીજ્ઞેશ જોષીએ જણાવ્યું હતું કે, વરાછામાં રહેતા જયેશ માંગુકિયાના લગ્ન સને-2014માં જયા પડશાળા સાથે થયા હતા. તેઓને કોઇ સંતાન ન હતું, જ્યારે જયેશ કેનેડામાં નોકરી કરતો હતો અને જયા પણ સુરતમાં જ રહીને નોકરી કરતી હતી. બંને હાઇ એજ્યુકેશન કરેલા હોવાથી બંનેને ઇગો પ્રોબ્લેમ નડી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડાઓ પણ વધી ગયા હતા.
આ દરમિયાન બંનેએ સુરતની કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી કરી હતી. આ અરજીમાં જયેશ માંગુકિયા તેમજ વકીલ પ્રીતિ જોષીએ ઓનલાઇન દલીલો (Arguments online) કરીને છૂટાછેડાની માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી. જ્યારે બીજા કેસમાં ડિંડોલીમાં રહેતી રિદ્ધી બાગુલના લગ્ન મુળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની અજય બાગુલની સાથે સને-2017માં થયા હતા. જો કે, તેઓને લગ્નજીવનમાં કોઇ સંતાન ન હતું. લગ્નના થોડા જ સમયમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થઇ ગયા હતા.
દરમિયાન રિધ્ધીએ પતિની સામે ફેમીલી કોર્ટમાં (Family Court) ભરણપોષણની અરજી કર્યા બાદ વકીલ પ્રિતી જીજ્ઞેશ જોષી મારફતે સંમતિથી છૂટાછેડા લેવાની અરજી કરી હતી. જે અરજી કોર્ટે મંજૂર કરી હતી. આ ઉપરાંત વરાછામાં રહેતી લીના શાહના લગ્ન (Marriage) જહાંગીરપુરામાં રહેતા વિજય શાહની સાથે સને-2013માં થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને સંતાનમાં એક પુત્ર હતું. આ દંપતિ (Couple) વચ્ચે ઝઘડાઓ શરૂ થતા બંને અલગ થઇ ગયા હતા. પિયરમાં રહેતી લીનાએ વકીલ પ્રીતિ જોષી મારફતે છૂટાછેડાનો કેસ કર્યો હતો. જેને કોર્ટે મંજૂરી આપી હતી.