છોકરા કરતા છોકરીની પુખ્તતા વહેલી આવે છે. આથી તેની લગ્ન મર્યાદા વધારવી જોઇએ નહીં. પુખ્યતા આવતા છોકરી લગ્ન માટે તે અયોગ્ય જીવનસાથી જાતે જ પસંદ કરી લે છે એવું પણ બને છે. એના કરતા એના માતા પિતા એના લગ્ન યોગ્ય વ્યકિત સાથે કરી દે એ કંઇ ખોટું નથી. કેટલીક જ્ઞાતિમાં છોકરીની ઉંમર વધી જતા એને માટે મુરતીયો શોધવાની મુશ્કેલી પડે છે. હા છોકરીના બાળ વિવાહ ન થવા જોઇએ. છોકરીના વહેલા લગ્ન થાય તો વહેલા સંતાન થાય તો એ બાબતમાં પિતપત્ની રોક લગાવી શકે છે. 18 વર્ષની ઉંમરે જો મત આપી શકાય તો છોકરી માટે 18 વર્ષની ઉંમરે લગ્ન કરી શકાય તો એ યોગ્ય છે. અભ્યાસ કરવો હોય તો લગ્ન પછી પણ અભ્યાસ કરી શકાય. જો પતિ અને તેના કુટુંબના દરેક સભ્યોનો સહયોગ હોય તો. આ બાબતમાં સ્ત્રીઓએ પોતાના વિચારો પ્રગટ કરવા જોઇએ અને છોકરીની લગ્નની ઉંમર અંગે પોતાનો મત જણાવવો જોઇએ.
નવસારી – મહેશ નાયક-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
છોકરીની પરણવાની ઉંમર કઇ હોવી જોઇએ?
By
Posted on