હરિધામમાં હિંસાનો વકરતો વિવાદ: પોલીસે પાંચ સંતો સામે ગુનો નોંધ્યો

વડોદરા : વડોદરાના  સોખડામાં આવેલ હરિધામમાં મંદિરના સંતો દ્વારા સેવકને માર મારવાના બનાવમાં આખરે પોલીસે સંતો સહિત સાત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ભુગર્ભમાં ઉતરી ગયેલ સેવક અનુજ ચૌહાણ આજે પોલીસ સમક્ષ હાજર થયો હતો અનુજ ચૌહાણે પોતાના નિવેદનમાં સોખડા મંદિરમાં ગાદીપતિ માટે સંતોમાં જૂથવાદ ચાલતો હોવાનો ગંભીર આક્ષેપો કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરના સોખડા પાસે આવેલું હરિધામ મંદિર સંતો વચ્ચેના જૂથવાદને લઈ ચર્ચામાં છે શિક્ષકને મારવાના બનાવ બાદ સોખડાની ગાદીનો વિવાદ વધુ વકર્યો હતો દરમિયાન આજે સોખડા મંદિરમાં માર મારવાના કેસમાં અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને સંતોએ માર માર્યા અંગે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતુ. પોલીસ દ્વારા વારંવાર નોટીસ આપવામાં આવી હતી તેમ છતાંય હાજર ન થનાર અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર થયો હતો પોલીસ મથકે હાજર સેવક અનુજ ચૌહાણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતુ કે એકાઉન્ટ ઓફીસમાં અમારી સેવા કરી રહ્યા હતા.

તે દરમ્યાન સંતો રહે છે ત્યાં મગજમારી થતી હતી જે જોવા માટે હુ અને મારા મિત્રો બહાર આવ્યા. જ્યાં જઇને જોયુ તો અમુક બહેનો અને ભાઇઓ મગજમારી કરી રહ્યા હતા. અમે ત્યાં જઇને ઉભા ત્યાં તો પ્રણવભાઇ આસોજ અને મનહરભાઇ સોખડાવાળા સહિત બે-ત્રણ જણાં અમને ધમકાવવા માંડ્યા અને કહ્યું તમે અંદર જતા રહો આ જોવા માટે કેમ અહીં આવ્યા છો ? અમે પાછા વળતાં જ હતાં ત્યાં ઉભેલા પ્રભુપ્રિય સ્વામીએ મારા પર બ્લેમ કર્યો કે કેમ તમે વિડીયો ઉતાર્યો ? હકીકતમાં મેં કોઇ વિડીયો ઉતાર્યો ન હતો. મારો હાથ નોર્મલી ખિસ્સામાં હતો. જે જોઇને એમને ડાઉટ ગયો કે શું થયુ એ મને ખબર નથી. મેં કહ્યુ કોઇ વિડીયો ઉતાર્યો નથી. આથી તેઓએ મારો મોબાઇલ જોવા માટે માંગ્યો, મેં મોબાઇલ આપ્યો. તેમણે મોબાઇલમાં જોયું કોઇ વિડીયો હતો નહીં. એ છતાં તેમણે મારો મોબાઇલ જુટવા માટે પ્રયત્ન કર્યો.

આ મોબાઇલ જુટવામાં મને માર મારવામાં આવ્યો. ત્યાં ચારેય સંતો પ્રભુપ્રિય સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, હરીસ્મરણ સ્વામી અને સ્વામી સ્વરૂપસ્વામીએ મને માર માર્યો અને વિરલ સ્વામીએ બધાને ઉશ્કેરવામાં હતા કે આપણે મારીએ, અને મનહરભાઇ સોખડાવાળા  પણ મને માર મારવા માટે જોડાઇ ગયા હતા  આ ઉપરાંત અનુજ ચૌહાણે સોખડા મંદિરના સંતોમાં  બે જૂથ પડી ગયા છે પ્રેમ સ્વામી અને પ્રબોધ સ્વામીજી માટે મને પ્રબોધ સ્વામી સાથે હેત છે અને હુ પ્રબોધ સ્વામી સાથે જોડાયેલો છું હું પ્રબોધ સ્વામીજી જૂથનો છુ એટલે મને માર મારી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી સમગ્ર વિવાદમાં પોલીસે અનુજ ચૌહાણનું નિવેદન નોંધી પાંચ સંતો સહિત 7 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top