રતીય સંસ્કૃતિ અધ્યાત્મકેન્દ્રી સંસ્કૃતિ છે. અધ્યાત્મ ભારતનો પ્રાણ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રત્યેક તત્ત્વ અધ્યાત્મ દ્વારા અનુપ્રમાણિત થયેલું છે. અહીં મંદિરથી પ્રારંભીને આયુર્વેદ સુધી સર્વત્ર અધ્યાત્મ છે જ. અધ્યાત્મ વિનાનું ભારત એકડા વિનાનાં મીંડાં જેવું છે, પરંતુ અધ્યાત્મસહિત ભારત પ્રશંસનીય, વંદનીય, અનુકરણીય અને આદરણીય છે.ભારતીય અધ્યાત્મનાં અનેક ઉજ્જવળ પ્રકરણો છે. આ અનેક ઉજ્જવળ પ્રકરણોમાંનું એક ઉજ્જવળ પ્રકરણ છે શિવતત્ત્વ, શિવમંદિર, શિવસ્વરૂપ, શિવપરિવાર અને શિવોપાસના પણ આવી અનેક સાંકેતિક પ્રતીકયોજના દ્વારા ઢંકાયેલી છે. આ પ્રતીકયોજનાને ખુલ્લી કરવામાં આવે તો પ્રતીકોના ઢાંકણની પાછળ જે રહસ્યો છુપાયેલાં છે તેનાં ઝળાંઝળાં દર્શન થાય છે અને મસ્તક અહોભાવથી ઢળી પડે છે.
શિવમંદિરનું રહસ્યદર્શન:
૧. શિવમંદિરમાં અષ્ટાંગયોગ:
શિવમંદિરમાં આઠ મૂર્તિઓ હોય છે:
(૧)કાપાલિક (૨) ભૈરવ (૩) નંદી (૪) હનુમાનજી (૫) કચ્છપ (૬) ગણપતિ (૭) પાર્વતી (૮) શિવલિંગ.
અષ્ટાંગયોગ(રાજયોગ)માં આઠ અંગો છે:
(૧)યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન (૮) સમાધિ.
શિવમંદિરમાં જે આઠ મૂર્તિ હોય છે તે અને તેના વડે સૂચવાતા અષ્ટાંગ યોગની વાત આવતી વેળા.