સુરત : (Surat)લિંબાયતમાં રહેતી એક યુવતીએ એક વર્ષ પહેલા ડાયમંડ કંપનીમાં (Diamond Company) સાથે કામ કરતી યુવતીની (Young Girl) સાથે થયેલા ઝઘડાનો (Fights) બદલો (revenge) લેવા માટે ફેક (Fake) આઇડી (ID) બનાવીને ચારિત્ર્ય (Character) બાબતે બિભત્સ મેસેજો (Nasty messages) લખ્યા હતા. આ અંગે સાઇબર ક્રાઇમે (Cyber Crime) લિંબાયતની યુવતીની ધરપકડ (arrest) કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતના મધુનગરમાં રહેતી સોનલ શાલીકભાઇ શિરસાઠ (ઉ.વ.24)ની સાયબર પોલીસે ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં સોનલ અને તેની સાથે બીજી એક યુવતી એક વર્ષ પહેલા અક્ષર ડાયમંડ નામની કંપનીમાં કામ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. વારંવાર સોનલને નીચી બતાવવામાં આવતા સોનલે તેનો બદલો લેવા માટે તેની જ ફ્રેન્ડનું ફેક આઇડી બનાવી હતી. જેમાં યુવતીના ચારિત્ર્ય બાબતે બિભત્સ મેસેજ મુકવામાં આવ્યા હતાં. આ મેસેજોના આધારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઇ હતી. જેને લઇને પોલીસે સોનલની ધરપકડ કરી હતી.
કાપોદ્રામાં લાંબા સમયથી ડુપ્લિકેટ બાગબાન તમાકુ વેચતા બે ઝડપાયા
સુરત: કાપોદ્રામાં ઉર્મિન પ્રોડક્ટ્સ એમ.ફોર.યુ.આઇ. પી.આર. સર્વિસિસના પ્રોપ્રાઇટરે ડુપ્લિકેટ બાગબાન તમાકુના પાઉચની હેરાફેરી થતી હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ટેમ્પોચાલક પ્રકાશ મોહન માળી તેમજ ડુપ્લિકેટ બાગબાનના રોલ મંગાવનાર કેતન પરસાળા અને દેવેન્દ્ર ચૌહાણની સામે ગુનો નોંધ્યો હતો. આ બંનેએ દિલ્હીથી આ રોલ છપાવીને મંગાવ્યા હતા. આ બંને સામે કાપોદ્રા પોલીસે કાર્યવાહી કરીને રૂ.2.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બંને અગાઉ વરાછા પોલીસના હાથે પકડાયા હતા.
સરથાણા નવજીવન હોટલની સામે ઢોસાની લારી ઉપર મારામારી
સુરત: સરથાણા નવજીવન હોટલની સામે રાત્રે 11 વાગ્યાના સમયમાં નાસ્તાને લઇને માથાકૂટ થઇ હતી. જેમાં સાતથી આઠના ટોળાએ મલ્હાર ઢોસાવાળાની લારી ઉપર તોડફોડ કરતાં મામલો બિચક્યો હતો. પોલીસે ટોળાની સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો અને બે-ત્રણની ધરપકડ કરી હોવાની વિગતો પણ મળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને હાલ સુરતમાં સરથાણા ડી-માર્ટ પાછળ શાંતિનગર સોસાયટીમાં રહેતા નિલેશ વિનોદ ભીકડિયા સરથાણા નવજીવન હોટલની સામે સાંઇનાથ મલ્હાર ઢોસાના નામથી રેસ્ટોરન્ટ ચલાવે છે. શનિવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં સાગર ભરવાડ સહિતના સાતથી આઠ ઇસમ આવ્યા હતા. આ સાગર ભરવાડ અને નિલેશભાઇની વચ્ચે સામાન્ય બાબતે માથાકૂટ થઇ હતી. થોડીવાર બાદ સાગર અને તેના માણસોએ ઢોસાની રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી નિલેશભાઇને માથામાં લાકડાનો ફટકો મારી દીધો હતો. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી ત્રણ હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે સાગર ભરવાડ સહિત અન્ય ઇસમો સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.