દેશના ભાવિ એવા બાળકના હાથમાં ભણવાના અને રમવાના સાધનો હોય તો તેને સાચા અર્થમાં વિકાસની નિશાની ગણી શકાય. પરંતુ ગુજરાતમાં બે હજારથી વધુ બાળકો એવા છે જેમના હાથમાં ભણવા-રમવાના સાધન નહીં પણ ભીક્ષાનો કટોરો છે. ગુજરાતમાં ચૌદ વર્ષની વય સુધીના એક હજાર નવસો બ્યાંસી બાળકો ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે. લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન એક પ્રશ્નના ઉત્તરમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. જો કે ગુજરાતમાં ભીખ માંગીને ગુજરાન ચલાવનારા બાળકોનો આ સત્તાવાર આંક છે. બિન સત્તાવાર આંક હજુ ખૂબ જ વધુ હોવાનો જાણકારોનો મત છે. કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે ઉપર્યુકત હકીકતને ગંભીરતાપૂર્વક લક્ષમાં લઇ તાકીદે યોગ્ય ઘટતા પગલાંઓ લઇ પરિસ્થિતિમાં યોગ્ય બદલાવ લાવવાની જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગુજરાતના આશરે બે હજાર બાળકોનાં હાથમાં ભિક્ષાનો કટોરો?
By
Posted on