10 મહિના પહેલાં પરણેલા દંપતિની કાર નર્મદાની કેનાલમાં ખાબકી, કાચ તોડી બોનેટ પર ચઢ્યા, દોરડું પકડ્યું છતાં.. – Gujaratmitra Daily Newspaper

10 મહિના પહેલાં પરણેલા દંપતિની કાર નર્મદાની કેનાલમાં ખાબકી, કાચ તોડી બોનેટ પર ચઢ્યા, દોરડું પકડ્યું છતાં..

હળવદ: ગુજરાતના (Gujarat) મોરબી (Morbi) જિલ્લાના હળવદ(Halwad) તાલુકાના અજીતગઢ પાસે કરૂણાજનક ઘટના બની છે. અહીં નર્મદાની (Narmada) માળીયા બ્રાન્ચની કેનાલમાં(Canal) એક કાર ખાબકી (car sank) જતા નવદંપતિનું (Couple) કરૂણ મોત (Death) નિપજ્યું છે. 10 મહિના પહેલાં જ લગ્નબંધનમાં બંધાયેલા આ દંપતિએ બચવા માટે ખૂબ હવાતિયાં માર્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ બચી શક્યો નહોતો. બંનેના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયા છે.

  • હળવદ તાલુકાના અજીતગઢ ગામના નવદંપતિ માળીયાના મેઘપર સગાઈ અર્થે જઈ રહ્યા હતા
  • રાહુલ અને તેની પત્ની મિતાલીને મંદરકી ગામના નાળા પાસે અકસ્માત નડ્યો અને કાર કેનાલમાં ખાબકી
  • ગ્રામજનોએ દોરડું ફેંકી બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કાર દંપતિને લઈ કેનાલમાં ગરક થઈ ગઈ

મરનાર દંપતિની ઓળખ રાહુલ પ્રવીણ ડાંગર (ઉં.વ. 22) અને મિતલ રાહુલ આહીર તરીકે થઈ છે. દંપતિ અજીતગઢમાં રહેતું હતું. આજે શનિવારે સવારે દંપતિ અજીતગઢ ગામથી કારમાં માળીયાના મેઘપર (Megpar) સગાઈ (Engagement) પ્રસંગમાં જઈ રહ્યું હતું ત્યારે જૂના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાળા પાસે અકસ્માત થયો હતો અને તેમની કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી.

લોકોએ દોરડું નાંખી દંપતિને બચાવવા પ્રયાસ કર્યો હતો
કાર કેનાલમાં ખાબકતા સ્થાનિક લોકો દોડી ગયા હતા અને દોરડું નાંખીને બંનેને બચાવવા પ્રયાસ કર્યો હતો. દંપતિ પણ કારનો કાચ તોડી (Break the glass) બોનેટ (Bonnet) પર ચઢી આવ્યા હતા અને દોરડું પકડી પણ લીધું હતું, પરંતુ તેઓ પાણીની (Water) બહાર નીકળી શક્યા નહોતા. આખરે કાર બંનેને લઈ કેનાલમાં ગરક થઈ ગઈ હતી. ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહ (Deadbody) મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. તેમના પરિવારજનોમાં કલ્પાંત છવાઈ ગયો હતો. અકાળે મોતને ભેટનાર રાહુલભાઈ અને મિતલબેનના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા.આજે સગાઈમાં જતી વખતે જ આ કરુણ ઘટના બનતા આહીર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઘટનાની માહિતી મળતા ગ્રામજનો તેમજ ટીકર જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેન્દ્ર એરવાડીયા, અજીતગઢ ગામના સરપંચ રજની પટેલ, અશ્વિન આહિર સહિત મોટી સંખ્યામાં લોકો કેનાલ કાંઠે દોડી આવ્યા હતા. માળીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દંપતિના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા.

Most Popular

To Top