SURAT

પહેલીમાં અન્ન, બીજીમાં ઓક્સિજન અને ઇન્જેક્શન, ત્રીજી લહેરમાં તો આ વસ્તુના ફાંફાં પડશે કે મુશ્કેલી સર્જીવાની છે

સુરત(Surat): કોરોના (Corona) સંક્રમણ ઝડપથી વધી રહ્યું હોવાના લીધે ગુરુવારે (Thursday) પાલિકા કમિશનરે તાકીદના ધોરણે યુનિટ રેટથી 10 લાખ ટેસ્ટિંગ કિટ ખરીદવા સ્ટેન્ડિંગ પાસેથી મંજૂરી માંગી હતી. પ્રવર્તમાન સ્થિતિને જોતાં 5 લાખ રેપિડ ટેસ્ટિંગ કિટ તેમજ 5 લાખ RTPCR ટેસ્ટિંગ કિટ ખરીદવા મંજૂરી અપાઇ હતી. ઉપરાંત વધુ 10 લાખ કિટ ખરીદવાની તૈયારી પણ રાખવામાં આવી છે. કેમ કે, એક અંદાજ મુજબ કોરોનાની ત્રીજી લહેરની પીક વખતે શહેરમાં રોજના સાત હજારથી માંડીને 10 હજારે કેસ આવે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં ટેસ્ટિંગ કિટની જ અછત સર્જાય તેવી ભીતિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની પ્રથમ લહેર વખતે લોકડાઉન (Lockdown) હોવાથી લોકોને અન્ન-પાણી અને ઇન્જેક્શન દવાઓ માટે દોડવું પડ્યું હતું. બીજી લહેર વખતે તો હોસ્પિટલમાં બેડ તેમજ ઓક્સિજન માટે દોડવું પડ્યું હતું, પરંતુ જે રીતે દેશમાં કોરોનાની સુનામી શરૂ થઇ ગઇ છે તે જોતાં ટૂંક સમયમાં ટેસ્ટિંગ કિટની અછત સર્જાય તેવી ભીતિ છે.

  • વર્તમાન સ્થિતિને જોતાં 5 લાખ રેપિડ ટેસ્ટિંગ કિટ તેમજ 5 લાખ RTPCR ટેસ્ટિંગ કિટ ખરીદવા મંજૂરી અપાઇ
  • ટૂંક સમયમાં ટેસ્ટિંગ કિટની અછત સર્જાય તેવી ભીતિ

ટેસ્ટિંગમાં સતત વધારો : રોજિંદા ટેસ્ટિંગની સંખ્યા 23,000 પર પહોંચી
શહેરમાં સંક્રમણની ચેઈન તોડવા માટે મનપા દ્વારા ટેસ્ટિંગ પણ સઘન કરવામાં આવ્યું છે. ડિસેમ્બર માસમાં શહેરમાં પ્રતિદિન 6000 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા. જેમાં વધારો કરાયો છે. અને હવે પ્રતિદિન 23,000 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં 12,000 જેટલા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

દરેક ઝોનમાં બે-બે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાશે
સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે કહ્યું કે, જે ગતિએ હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે, તે જોતાં દરેક ઝોનમાં બબ્બે કોમ્યુનિટી હોલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે સૂચના આપી દેવાઇ છે. ઝોન સ્તરે આઇસોલેશન સેન્ટર શરૂ કરવા હાલ સુધીમાં 4 સંસ્થાનો કન્ફર્મેશન લેટર પણ મળ્યો છે.

Most Popular

To Top