Business SURAT

સુરતના કાપડ ઉદ્યોગકારોને ઉત્તરાયણની ભેંટ: આયાતી પોલીએસ્ટર સ્પન યાર્ન ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી નહીં લાગે

સુરત: (Surat) ચીન, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આવતા પોલિએસ્ટર સ્પન યાર્ન (Polyester spin yarn) પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી (
Anti-dumping duty) લાગુ નહીં કરવા કેન્દ્રના નાણા મંત્રાલયે નોટિફિકેશન (Notification) પ્રસિદ્ધ કર્યું છે. અગાઉ સુરતના બંને સાંસદ અને ચેમ્બરની રજૂઆત પછી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને મોટી સંખ્યામાં વિવરો (Weavers) અસરગ્રસ્ત બનતા હોવાથી ડ્યૂટી નહીં લગાવવાની ખાતરી આપી હતી.

તેનું વિધિવત નોટિફિકેશન ગુરુવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (Director General of Trade Remedies) દ્વારા ચાઈના, ઈન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતાં પોલિએસ્ટર સ્પન યાન (PSY) ઉપર 20 ટકા એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવા માટે ભલામણ કરી હતી. તેની સામે સુરતના વિવિંગ ઉદ્યોગ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પોલિસ્ટર સ્પન યાર્નની આયાત માત્ર 8000 ટન થતી હોવાની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી હતી. ડોમેસ્ટિક ઉત્પાદન સામે માત્ર 12.61 ટકા યાર્ન ઈમ્પોર્ટ થતું હોવાથી સ્પિનર્સને નુકસાન નહીં થતું હોવાની રજૂઆત ચેમ્બર પ્રમુખ અને વિવર્સ અગ્રણી આશિષ ગુજરાતીએ આંકડાકીય માહિતી સાથે કરી હતી. જે સરકારે આખરે સ્વીકારી સુરતના વિવિંગ ઉદ્યોગને મોટી રાહત આપી છે.

ટફ યોજના હેઠળ 31 માર્ચ સુધી આવનારી અરજીઓ માટે 2479 કરોડનું ફંડ રિલીઝ કરાશે
સુરત: કેન્દ્રના ટેક્સટાઇલ સેક્રેટરી અને ટેક્સટાઇલ કમિશનર રાશીની ઉપસ્થિતિમાં યોજાયેલી રિવ્યુ બેઠકમાં બંને અધિકારીએ ટેક્સટાઇલમાં ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ ચાલુ રાખવાનો સંકેત આપી નાણા મંત્રાલયને 31 માર્ચ-2022 સુધી આવનારી નવી અરજીઓ માટે 2479 કરોડનું ફંડ રિલીઝ કરવા માંગ કરી છે. સાથે સાથે ટેક્નિકલ કારણોસર પેન્ડિંગ રાખવામાં આવેલી ફાઈલો ક્લિયર કરવા માટે 45 કરોડનું ફંડ રિલીઝ કર્યું છે.

ચેમ્બરના કાર્યક્રમને સંબોધતા રૂપ રાશીએ જણાવ્યું હતું કે, ટફ યોજનાના કુલ ફંડમાંથી ૯૦ ટકા ફંડ ગુજરાતને મળ્યું છે તેમ 60થી 80 ટકા ફંડ સુરતના વિવિંગ, પ્રોસેસિંગ ઉદ્યોગને ફાળે ગયું છે. જૂની પેન્ડિંગ અરજીઓ માટે 3000 કરોડનું ફંડ સરકારે ચૂકવવાનું બાકી છે. 1999થી અત્યાર સુધી આ યોજના પાછળ ૮૪૬૦૦નો ખર્ચ કરવામાં આવ્યો છે. આ વખતે ટેક્સટાઇલ મંત્રાલયે ડોમેસ્ટિક મશીનરી બનાવતી કંપનીઓને પણ આ યોજનાનો લાભ આપવા ભલામણ કરી છે. તે માટે ટીટીડીએસ ડ્રાફ્ટના ભાગ-1 અને 2 રજૂ કરવામાં આવ્યા છે. વિદેશી અને સ્થાનિક કંપનીઓને ૨૫૦ કરોડ સુધીના એકમ સ્થાપવાના ખર્ચ સામે 30 ટકા સુધી સબસિડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સબસિડી આપવામાં આવશે.

આ સાથે ઈન્ડિજીનિયસ ટેક્સટાઇલ ટેક્નોલોજી માટે 280 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સેમી કમ્પોઝિટ પ્રોસેસિંગ, ગાર્મેન્ટ્સ, મેઈડ અપ્સ, એકમોને ૨૫થી ૩૦ ટકા, જ્યારે સ્ટેન્ડ અલોન વિવિંગ, નિટિંગ, ગાર્મેન્ટિંગ તથા ટેક્નિકલ ટેક્સટાઇલ યુનિટને ટેક્નોલોજી અપગ્રેડેશન માટે ૨૫ ટકા સુધી કેપિટલ સબસિડી આપવાની યોજના છે.

પ્રથમવાર મશીન બનાવતી વિદેશી અને લોકલ બંને કંપનીને 250 કરોડ સુધીના એકમ સ્થાપવાના ખર્ચ સામે 30 ટકા સુધીની સબસિડી આપવામાં આવશે. આ સાથે ઈન્ડિજીનિયસ ટેક્સટાઇલ ટેક્નોલોજી માટે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે 280 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સેમી કમ્પોઝિટ પ્રોસેસિંગ, ગાર્મેન્ટ, મેઈડઅપ્સ તૈયાર કરતાં એકમોને 25થી 30 ટકા સબસિડી, જ્યારે સ્ટેન્ડ અલોન વિવિંગ, નિટિંગ, ગાર્મેન્ટિંગ તથા ટેક્નિકલ ટેક્સટાઇલ યુનિટને મશીનરી અપગ્રેડેશન પર ૨૫ ટકા સુધી કેપિટલ સબસિડી આપવાની યોજના છે.

Related Posts