Columns

એ તો જાતે જ કરવું પડશે

એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પૃથ્વી પર મનુષ્યની હાલત વિષે ચિંતા કરતા હતા.મનુષ્ય દુખી હતો ,તકલીફમાં હતો અને કળિયુગને કરને હજી તેની તકલીફો વધવાની હતી.લક્ષ્મીજીએ કહ્યું, ‘સ્વામી આપ તારણહાર છો તો પછી તમારા હોવા છતાં પૃથ્વી લોકમાં મનુષ્યને આટલી બધી તકલીફ શા માટે વેઠવી પડે છે શું તેમને બચાવવાનો કોઈ માર્ગ નથી??’ આ વાતો થતી હતી ત્યારેજ નારદજી ત્યાં આવ્યા અને નારાયણ નારાયણ કરતા વંદન કર્યા.પછી લક્ષ્મીજીને કહ્યું, ‘મા, તમેં મનુષ્યો પર કૃપા કરો તો તેમની તકલીફ ઓછી થશે.’ લક્ષ્મીજી બોલ્યા, ‘નારદજી એવું નથી હું જેની પર કૃપા કરું છું તેઓ પણ દુઃખી કે પરેશાન ન હોય એવું થતું નથી.બધાને સુખી કરવાનું માત્ર સ્વામીના હાથમાં જ છે માટે તેમને કહું છું કે તેઓ બધા પર કૃપા કરો.’ નારદજીએ પણ કહ્યું, ‘પ્રભુ , માતા વિનંતી કરે છે.કૃપા કરીને બધાની તકલીફ દુર કરો ને..’

પ્રભુ હસ્યા અને બોલ્યા, ‘અરે હું તો અહીં બધાની તકલીફો દુર કરવા માટે જ છું.હું કયા ઈચ્છું છું કે કોઈને તકલીફ પડે કોઈ દુઃખી થાય.પણ પોતાની તકલીફ લઈને સાચા હદયથી મારી પાસે આવવું પડે.અને મને બધું સોંપી દે તે માનવની તકલીફો હું કોઇપણ રીતે દુર કરું જ છું.પણ જે મારી પાસે ન આવે, મને બધું ન સોંપે તેમને માટે હું કઈ કરી શકતો નથી.’ નારદજી બોલ્યા, ‘પ્રભુ. મારી પાસે તેનોપણ ઉપાય છે કાં તો તમે જ બધાના હદયમાં એવી ભાવના ઉત્પન્ન કરો અથવા આપણે મા સરસ્વતીને વિનંતી કરીએ કે પૃથ્વી લોક પર બધા મનુષ્યોને એવી સદબુદ્ધી આપે કે તેઓ તમારા ચરણોમાં સઘળું સોંપી દે.’ પ્રભુ હસ્યા અને કઈ ન બોલ્યા.નારદજી અને લક્ષ્મીજી એકબીજાની સામે જોવા લાગ્યા અને પછી લક્ષ્મીજીએ ધીમેથી કહ્યું, ‘ભગવન, આમ હસો નહિ શું દેવર્ષિ નારદે સુચવેલો ઉપાય સારો છે તો દેવી સરસ્વતીને વિનવણી હું કરું.’

પ્રભુ બોલ્યા, ‘દેવી, તમારી ભાવના સારી છે કે પૃથ્વીલોક પર કોઈને તકલીફ ન રહે.હું પણ એમ જ ઈચ્છું છું.મનુષ્યને આ પૃથ્વી, આ તન ,મન અને બુદ્ધી બધું જ અમે ત્રિદેવો એ આપ્યું છે.જીવવા માટે જરૂરી બધું જ તેમને સૃષ્ટિમાં આપવામાં આવ્યું છે.જે કઈ પણ તકલીફો છે તે મનુષ્યે પોતાના લોભ,લાલચ,મોહ અને અહમને લીધે ઉભી કરી છે તે આપને નથી આપ્યું.અને મને સમર્પિત થવાથી તેમની બધી તકલીફ દુર હું કરીશ…પણ એ સમર્પણ …એ ભક્તિ ……એ વિશ્વાસ એમને જાતે જ કરવો પડશે.તેમના હૈયામાં આપોઆપ જયારે મારા માટે શ્રદ્ધા જાગશે કે ‘તાર્ન્હારને સઘળું સોંપી દિએ ત્યારે તેમના જીવનમાં કોઈ તકલીફ નહિ રહે.’ પણ આ ભાવના હું, તમે કે દેવી સરસ્વતી તેમનામાં નહિ જગાડીએ એ તો એમને જાતે જ કરવું પડશે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top