વડોદરા : ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સામાજીક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા તારીખ 20 સુધી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં પતંગ દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરી પક્ષીઓના જીવ બચાવવામાં આવશે.વડોદરા શહેર વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી એક એવું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જેમાં જીવદયાને સમાવેલી છે. રાજ્યના તાત્કાલિક મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ની પ્રેરણાથી કરુણા અભિયાન નામ આપી પક્ષીઓ બચાવવાની ઝુંબેશને એક નવું નામ આપ્યું છે.દર વર્ષની જેમ આ વખતે પણ વડોદરા જિલ્લામાં વડોદરા શહેરમાં દરેક જગ્યાએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓના કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્ર આ બેે અલગ અલગ વસ્તુ ઉભી કરી છે.
કલેક્શન સેન્ટરમાં કોઈ ઘાયલ પક્ષી ને કોઈ આપી જાય છેે,તો તાત્કાલિક એને જે પ્રાથમિક સારવાર આપવાની છે એ આપીને તરત જ વનવિભાગ વિભાગ કે એનિમલ ડિસ્પેન્સરીમાં પહોચતું કરશે અને તેની સંપૂર્ણ સારવાર ત્યાં થશે.છતાં પણ પક્ષી ને જો વધારે તકલીફ પડે અને તેને રાખવાની પણ વધારે જરૂર જણાય આવે તો તેને રાખવાની પણ સગવડ કરી છે.સારવાર કેન્દ્રમાં કે જ્યાં પક્ષી ને વધારે દિવસ સુધી દાખલ કરી શકીએ અને આ કાર્યમાં વન વિભાગ ઉપરાંત પશુપાલન વિભાગ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સ્વયંસેવકો અને પોલીસ વિભાગ, એમજીવીસીએલ તમામ વિભાગોના સાથ અને સહકારથી તારીખ 26 જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જેમાં વનવિભાગનો સમગ્ર સ્ટાફ સ્વૈચ્છિક સંગઠનો ખડે પગે ઊભા રહેવાની બાહેધરી આપી છે.જો કોઈને પણ ક્યાંય ઘાયલ પક્ષીઓ મળી આવે તો હેલ્પલાઇન નંબર 18002332696 ઉપર ફોન કરીને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.જેથી કરીને મૂંગા પક્ષીઓના જીવ બચાવી શકાય સાથે જ આ વખતે રાજ્યના વન વિભાગ દ્વારા પણ વધુ એક નંબર ડેવલોપ કરવામાં આવ્યો છે.
જે નંબર ઉપર ખાલી તમે કરુણા ટાઈપ કરશો તો સમગ્ર રાજ્યમાં ક્યાં ક્યાં ઘાયલ પક્ષીઓની સારવાર ના કેન્દ્રો અને કલેક્શનો છે.તેની માહિતી મળશે તેમજ તે સેન્ટર ઉપર તમે કઈ રીતે પહોંચશો તેનો એક નકશો પણ આપવામાં આવશે અને જે તે સેન્ટર ઉપર કોણ હશે તેમનો સંપર્ક નંબર સહિતની તમામ માહિતી એક જ ક્લિકમાં મળી રહેશે. ચાલુ વર્ષે જ પ્રથમ વખત શરૂ કરવામાં આવી છે સાથે એક ક્યુઆર કોડ પણ ડેવલપ કરવામાં આવ્યો છે કે જેનાથી તમને સમગ્ર રાજ્યની સંમ્પૂર્ણ માહિતી મળશે. ઉત્તરાયણનો પર્વ હોય ત્યારે જે કોઈને પણ ઘાયલ પક્ષી મળી આવે તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરો અથવા સારવાર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.પક્ષીઓની સારવાર કેન્દ્ર ના ત્યાં પક્ષીઓને પહોંચાડો.જેથી ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેઓનો જીવ બચાવી શકાય તે માટે સામાજીક વનીકરણ વિભાગ વડોદરાના મદદનીશ વનસંરક્ષક એમ.એમ રાજ્ય ગુરુએ નગરજનોને અપીલ કરી હતી.