Charchapatra

માનવમૂત્રનો કમર્શિયલ ઉપયોગ

આપણે માનવમૂત્રને નકામી વસ્તુ ગણી ગટરમાં ફેંકી દઇએ એ તો એનો દુરુપયોગ થયો કહેવાય. ખેતરમાં ખાતર તરીકે નાખીએ એ તેનો ઉપયોગ થયો કહેવાય. અસાધ્ય રોગોમાં દવા તરીકે વાપરીએ એ તેનો સદુપયોગ થયો કહેવાય. હવે સંશોધનકારો માનવમૂત્રની કોમર્શિયલ વેલ્યુ ઉપજાવી શકાય એવું કહેતા થયા છે. દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીએ નકામા લાગતા આ માનવમૂત્રમાંથી ફર્ટીલાઇઝર બનાવવાનું બીડું ઝડપ્યું છે. દિલ્હીમાં સરકારે પણ કમર્શિયલ વેન્ચર શરૂ કરીને માનવમૂત્રમાંથી ફોસ્ફેટ અને નાઇટ્રેટ બનાવીને તેને વેચવાની યોજના ઘડી છે. દિલ્હીની એક જાણીતી સંસ્થા ‘ફાઉન્ટેન ફોર ડેવલપમેન્ટ રીસર્ચ એન્ડ એકશન’ આ સંસ્થા દેશની પ્રથમ ‘મૂત્ર બેન્ક’ સ્થાપવા જઇ રહી છે. આ સંસ્થાએ બે શાળામાં દુર્ગંધરહિત યુરીનલ્સ બેસાડયા છે.

તે પાઇપલાઇન મારફત ટાંકીમાં જમા થાય છે. તે એકઠું કરી તેમાંથી ફર્ટીલાઇઝર બનાવવામાં આવે છે. સંસ્થાના ડાયરેકટરે જણાવ્યું કે મોંઘા યુરીયા કરતાં આ ખાતર સસ્તું પડે છે. સંસ્થાના પ્રોફેસર વિજય રાઘવન કહે છે કે માનવમૂત્ર નકામી વસ્તુ નથી. તેનાથી ગેસ પણ પેદા કરી શકાય છે. હાલ દિલ્હી સરકારે ૨૦૦ જેટલી દુર્ગંધરહિત યુરીનલ શહેરના વિવિધ ભાગમાં મૂકી છે. આપણે ત્યાંનો ખેડૂત તેના ઘરના સભ્યોનું મૂત્ર એક કેરબામાં એકઠું કરી ખેતરે લઇ જાય અને ખાતર તરીકે વાપરે તો વર્ષે દહાડે ૨૦૦૦ લીટર મૂત્રનો ખાતર તરીકે ઉપયોગ થાય અને તે પણ વિનામૂલ્યે. ખેડૂત પાંચ હજાર રૂા. ભરવાડને આપી તેનાં ઘેંટાં-બકરાં ખેતરમાં બેસાડે, કારણ કે તેની લીંડી-પેશાબનું ખાતર મળે. મૂત્રમાં રહેલું કુદરતી સ્ટીરોઇડ – અસ્થમા ખરજવું – સોરાયસીસ – કેન્સર – આથ્રોટીસ જેવા રોગમાં ખૂબ ઉપયોગી છે. ઉપયોગ કરતાં પણ નથી શીખ્યા તો દવા તરીકે સદુપયોગ કરવાની કયારે શરૂઆત કરીશું?!
 સુરત    – ડો. રાજ ઉપાધ્યાય – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top