સુરત(Surat): કોરોનાનું (Corona) સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરમાં (City) માત્ર 10 જ દિવસમાં કોરોનાની સંખ્યા 100 થી 2000 પર પહોંચી છે. જે રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તે જોતા આવનારા દિવસોમાં કોરોનાના પ્રતિદિન નોંધાતા કેસમાં હજી પણ ઘણો વધારો નોંધાશે તેમ જાણવામાં આવી રહ્યું છે જેથી તંત્ર દ્વારા પણ શહેરીજનોને વધુમાં વધુ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1988 કેસ નોંધાયા હતા અને તે સાથે જ કોરોનાનો કુલ આંક 1,23,500 પર પહોંચ્યો છે. તેમજ વધુ 370 દર્દીઓ સાજા થવાની સાથે આજદિન સુધીમાં કુલ 1,11,990 દર્દીઓ સાજા થયા છે તેમજ રીકવરી રેટ ઘટીને 90.68 ટકા પર પહોંચ્યો છે. શહેરમાં બહાર દેશથી આવનારાઓનું પણ સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં વધુ 3 ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવનારાઓ પોઝિટિવ આવ્યા હતા જેઓ યુએસએ થી આવ્યા હતા અને તેમના ટેસ્ટ કરાયા હતા. અને તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે માત્ર 12 દિવસમાં હોસ્પિટલાઇઝેશનનો આંક 20 પરથી 170 પર પહોંચી ગયો છે.
વધુ 2 સોસાયટીઓ ક્લસ્ટર કરાઈ
શહેરમાં નોંધાયેલા પોઝીટીવ આવેલા દર્દીઓ પૈકી 5 વ્યક્તિઓ અઠવા ઝોનના વેસુ વિસ્તારના શ્યામ પેલેસ સોસાયટીમાં નોંધાયા હતા. જેથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવી હતી અને 9 વ્યક્તિઓ લિંબાયત ઝોનના નવાગામ ડીંડોલી વિસ્તારના પટેલ નગરના એક જ વિસ્તારમાં નોંધાતા તેને પણ ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરાવવામાં આવી છે.
વધુ 65 વિદ્યાર્થીઓ પોઝિટિવ: નાલંદા શાળામાં 7 કેસ આવતા શાળા બંધ કરાવાઈ
શહેરમાં નોંધાયેલા 1988 પોઝિટિવ કેસમાં 65 વિદ્યાર્થીઓ પોઝીટીવ નોંધાયા હતા. જે પૈકી નાલંદા શાળામાં 3 વિદ્યાર્થી, 4 શિક્ષક પોઝિટિવ આવતા શાળા બંધ કરાવવામાં આવી હતી. તે ઉપરાંત ઝડફિયા શાળા, રાયન શાળા, વી એન એસ જી યુ, લાન્સર આર્મી શાળા, પી ટી સાયન્સ કોલેજ, એસ વી એન આઈ ટી, ડી આર બી કોલેજ, એસ ડી જૈન, સરસ્વતિ વિદ્યાલય, સંસ્કાર ભરતી, કનકપુર શાળા, હિલ્સ હાઈ સ્કુલ, વિવેકાનંદ કોલેજ, રિલાયન્સ શાળા, સ્વામી નારાયણ શાળા, પી આર ખાટીવાલા શાળા,મહેશ્વરી શાળા, એસ.ડી.જૈન શાળા,ડી પી એસ શાળા, રાયન ઈન્ટનેશન, રેડીયન્ટ શાળા, જે એચ અંબાણી, વશિષ્ઠ વિદ્યાલય તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં નોંધાયા હતા. આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરાવવામાં આવ્યા હતા. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 846 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું.