Vadodara

વડોદરા જિલ્લાની કરુણા એમ્બ્યુલન્સ ઘાયલ બિલાડીની વહારે આવી, સર્જરી કરી જીવ બચાવાયો

વડોદરા: અબોલ પશુઓ અને પક્ષીઓ માટે સંજીવની અને જીવાદોરી ગણાતી કરુણા એમ્બ્યુલન્સ 1962 દ્વારા શનિવારે  સલાટવાડા વિસ્તારમાં એક બિલાડી સવારે કુતરાની ઝાપટ મા આવી ગઈ હતી અને કુતરા એ તેને લગભગ મારી નાખવાના ઈરાદાથી તેના પેટ અને ગળાના ભાગમા  ખૂબ ઈજાઓ પહોંચાડી હતી. આવી હાલતમાં લોહીથી લતપત હાલતમા એક સ્થાનિક સેવાભાવી વ્યક્તિએ 1962 પર કોલ કરીને બોલાવી હતી.વાયુ વેગે 1962 એમ્બ્યુલન્સ તરત જ  સ્થળ પર પહોંચી ગઈ હતી.બિલાડીના પેટના ભાગના આંતરિક અવયવો જેવા કે  આંતરડું પણ બહાર આવી ગયું હતું.આવી હાલતમાં ડો.ચિરાગ પરમાર સાથે પાયલોટ ધર્મેન્દ્ર સિંહ મળીને ડો.ચિરાગે ત્યાં જ બિલાડીની  જરૂરી સર્જરી કરીને બિલાડીનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો.કરુણા એમ્બ્યુલન્સ 1962 ઘ્વારા અત્યારે સુધીમાં 24841 બિનવારસી અને બિન માલિકીના પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. આમ અબોલા જીવની વહારે આવી કરુણા એબ્યુલન્સની સરાહનીય કામગીરી કરતા કર્મચારીઓને સૌએ બિરદાવ્યા હતા.

Most Popular

To Top