Charchapatra

દિશાનિર્દેશ

લાંબા માર્ગે દિશાનિર્દેશ માટેના સંકેતો, પાટિયાઓ હોય છે જેને કારણે પ્રવાસીઓને  માર્ગદર્શન મળે અને  તે રસ્તે તેઓ  સરળતાથી આગળ વધી મંઝિલ પર પહોંચી શકે છે.  આ જ રીતે જીવન પથયાત્રા માટે પણ માર્ગદર્શન મળે તો સફળતાની શક્યતાઓ વધી જાય છે. માર્ગદર્શકની ભૂમિકા માટે મારી દ્રષ્ટિએ શાળા-મહાશાળાના શિક્ષકો જો આ જવાબદારી સુપેરે અદા કરે તો ભાવિ નાગરિકોનું સારું ઘડતર થઈ શકે. સમાજને સારા મનુષ્ય મળી શકે. પ્રબુદ્ધ નાગરિકો પણ  આ પ્રકારે સેવા આપે તો સોનામાં  સુગંધ ભળે. હ, પર્યાવરણની જાળવણી માટે જો આજની પેઢીને દિશાનિર્દેશ આપવામાં આવે તો ધરતી માતા વધુ સુંદર અને હરિયાળી બની શકે.છે. જો સૃષ્ટિ સંપન્ન બનશે તો માનવજીવન પણ સ્વસ્થ અને સુંદર બનશે. સૌના દીર્ઘાયુ માટેનો આ રામબાણ-અકસીર ઈલાજ છે. ચાલો ત્યારે સૌને સીધો માર્ગ બતાવી સારા ભારતીય નાગરિક હોવાનું ગૌરવ લઈએ.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top