ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં બે દિવસમાં પતંગના દોરાથી (Kite string) ત્રણ વ્યક્તિના ગળા કપાઈ ગયા હતા. જેમાં મોપેડ ચાલક મહિલાનું ગળુ કપાતાં મોત (Woman strangled to death) થયું હતું, જ્યારે તેની સાથે બેઠેલી 9 વર્ષની પુત્રીનો બચાવ થયો હતો. જ્યારે બાઈક સવાર ઘાયલ બે વ્યક્તિ હોસ્પિટલમાં (Hospital) સારવાર હેઠળ છે. પ્રથમ બનાવ ભૃગુરૂષી બ્રિજ પર બન્યો હતો. જેમાં ઝાડેશ્વર (Jhadeshwar) રોડ પર અરૂણોદય બંગલોઝમાં રહેતા 35 વર્ષીય અંકિતા હિરેનકુમાર મિસ્ત્રી શનિવારે તેમની 9 વર્ષની પુત્રીને લઈ ભોલાવ ભૃગુરૂષી બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે જ અચાનક પતંગનો દોરો તેમના ગળાના ભાગે ભેરવાતાં જ તેમનું ગળું કપાઈ ગયું હતું. અંકિતાબેનને લોહીલુહાણ હાલતમાં 108માં સિવિલ હોસ્પિટલમાં લવાઈ હતી. જોકે સારવાર મળે તે પહેલા જ તેઓનું મૃત્યુ થયું હતું. બાળકી સામે જ માતાનો જીવ જવાની કરૂણાંતિકા સર્જાતા મિસ્ત્રી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.
બીજા બે બનાવો રવિવારે બન્યા હતા. જેમાં ભોલાવની જીવનદીપ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મનસુખ કાનજીભાઈ પરમાર સવારે એક્ટિવા ઉપર કામ અર્થે નીકળ્યા હતા. હરિદ્વાર સોસાયટી નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે પતંગનો દોરો ભેરવાતાં ગળું કપાઈ ગયું હતું. તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે અન્ય બનાવમાં ઝાડેશ્વર રોડ ઉપર બાઇક ચાલકનું ગળુ પતંગના દોરાથી ગળું કપાઈ જતાં લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અંકલેશ્વરમાં વાહન અકસ્માતની બે ઘટનામાં ત્રણ વ્યક્તિને ઈજા
અંકલેશ્વરમાં બે માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી. મહારાષ્ટ્રના કેજ ગામના સમતા નગરમાં રહેતો ચાંદપાસા ગની ટ્રકલઈ લાતુરથી અમદાવાદના બાવળા ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વરથી ભરૂચ તરફના ટ્રેક ઉપર રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ ઉપરથી પસાર થતો હતો ત્યારે તેની પાછળ ટ્રક ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ચાલક અને ક્લીનરને ઇજાઓ પહોંચી હતી જ્યારે ટ્રકને નુકસાન થયું હતું. અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે બીજો અકસ્માતનો બનાવ નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બાઈકના ચાલક થ્રિ વહીલર પર સિંગ ચણાનું વેચાણ કરતા ફેરિયાન સાથે અથડાતાં ફેરિયાને ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.